શેઠ હાઇસ્કુલ પાસે ડિમોલિશનમાં મંદિરની દિવાલ અને વૃક્ષોને ધરાશાયી કરતા લોકરોષ

શેઠ હાઇસ્કુલ પાસે ડિમોલિશનમાં મંદિરની દિવાલ અને વૃક્ષોને ધરાશાયી કરતા લોકરોષ
શેઠ હાઇસ્કુલ પાસે ડિમોલિશનમાં મંદિરની દિવાલ અને વૃક્ષોને ધરાશાયી કરતા લોકરોષ
લોક સંસદ વિચાર મંચના મોભી અને પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્દુભા રાઓલ સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી મહિલા સામાજિક અગ્રણી સરલાબેન પાટડીયા પ્રફુલાબેન ચૌહાણ જસુબા વાંક પૂર્વ ફોજી નટુભા ઝાલાની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર 14 ના 80 ફુટ રોડ પર નટેશ્ર્વર મહાદેવ મંદિર ની પાછળ વોકળામાં વોટર વેના બહાના હેઠળ જે ડિમોલિશન કરાયું છે તેમાં નટેશ્ર્વર મહાદેવ મંદિરની કમ્પાઉન્ડ વોલ અને તે કમ્પાઉન્ડ વોલ ની અંદર ના ભાગે ધાર્મિક વૃક્ષો બિલિપત્રો, પીપળો, વડ જેવા વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું છે. વોટર વેના નામે ડિમોલિશન કરવાનો શાસકો અને કમિશનરને અભરખો જાગ્યો હોય તો વોકળા પર ની ઇમારતો અને બેફામ દબાણો હટાવી બતાવે.આ વિસ્તારના ધારેશ્ર્વર મહાદેવ મંદિર, નટેશ્ર્વર મહાદેવ મંદિર, ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિર, સંતોષી માના મંદિરમાં અવારનવાર ચોરીની ઘટનાઓ બની છે.

Read National News : Click Here

જે ભક્તિનગર પોલીસ મથકના રેકોર્ડ પર પણ મૌજૂદ છે. તસ્કરોની રંજાડ ને પગલે મંદિરે દિવાલ બનાવી હતી જે મંદિરની સુરક્ષા દિવાલ તોડી પાડવામાં આવી છે જે પગલે લોક સંસદ વિચાર મંચ ના આગેવાનો દ્વારા કમિશનરને સદબુદ્ધિ મળે તે સબબ પ્રાર્થના સભા (રામધૂન) નું આયોજન તારીખ 22-12ને શુક્રવારે સાંજના 6:30 થી 7:30 કલાકે રાખવામાં આવેલ છે જે રામધૂનમાં રાજકોટની ધર્મ પ્રેમી જનતા વિસ્તારના કોર્પોરેટરો અને વેપારીઓ મહિલા ધૂન મંડળોને મંચના આગેવાનોએ બહોળી સંખ્યામાં જોડાવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે આ રામધૂનને નટેશ્ર્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ખુલો ટેકો જાહેર કરવામાં આવ્યો છે. નટેશ્ર્વર મંદિરના હોલમાં રામધૂનની રમઝટ બોલાવવામાં આવશે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here