શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી દ્વારા વોર્ડ નં.1માં સંગઠનલક્ષી પ્રવાસ યોજાયો

શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી દ્વારા વોર્ડ નં.1માં સંગઠનલક્ષી પ્રવાસ યોજાયો
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી દ્વારા વોર્ડ નં.1માં સંગઠનલક્ષી પ્રવાસ યોજાયો
શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલજીના નેતૃત્વમાં આગામી લોકસભાની ચુંટણીમાં ફરી દેશમાં ભાજપ સરકારનો ભવ્ય વિજય થાય અને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સત્તા સ્થાને આરૂઢ થાય.

Visit Saurashtra Kranti Homepage here

દેશનો વિકાસ વણસ્થંભ્યો ચાલુ રહે અને ભ્રષ્ટાચાર વિરૂઘ્ધ તેમની કાર્યવાહી આગળ ધપે અને સમગ્ર દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્રસરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ થકી માનવીનું જીવનધોરણ દરેક ક્ષેત્રમાં સુખમય બને તે માટે ભારતીય જનતા પક્ષ પંચનિષ્ઠાને વરેલો છે અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ, આગેવાનો સતત પ્રજાઓ વચ્ચે રહી કામ કરે છે. લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય તે માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબુત થાય તે દિશામાં સંગઠન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ દ્વારા વોર્ડ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ-1 ના પ્રભારી કાથડભાઈ ડાંગર વોર્ડ પ્રમુખ કાનાભાઈ ખાણઘર, વોર્ડ મહામંત્રી નાગજીભાઈ વરૂ, ગૌરવભાઈ મહેતા, શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીતભાઈ વાડોલીયા, મહિલા મોરચાના મંત્રી સેજલબેન ચૌધરી તેમજ વોર્ડના શક્તિકેન્દ્રના પ્રમુખ, બુથના ઇન્ચાર્જ ,પેજ સમિતીના સભ્યો, સક્રિય સભ્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Read National News : Click Here

આવતીકાલે વોર્ડ-3 માં રાત્રે 8.30 કલાકે ગુરૂનાનક હોલ ખાતે રાખવામાં આવેલ છે જેમાં વોર્ડ નં.3 માં પ્રભારી પૂર્વેશ ભટ્ટ, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, વોર્ડ મહામંત્રી અભયભાઈ નાઢાં, ડો.હેમંતભાઈ અમૃતીયા, તેમજ વોર્ડ નં.13માં સવારે 10.00 કલાકે શાળા નં.69, અંબાજી કડવા પ્લોટ-2 ખાતે માં પ્રભારી રાજુભાઈ ફળદુ, વોર્ડ પ્રમુખ કેતનભાઈ વાછાણી, વોર્ડ મહામંત્રી ભરતભાઈ સવસેટા, વલ્લભભાઈ પટોળીયા આ વોર્ડ પ્રવાસની વ્યવસ્થા સંભાળી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here