વિશ્વના 27 ટકા TBના દર્દીઓ ભારતમાં 

વિશ્વના 27 ટકા TBના દર્દીઓ ભારતમાં 
વિશ્વના 27 ટકા TBના દર્દીઓ ભારતમાં 
ગત વર્ષ માં વિશ્વમાં 75 લાખ લોકો ટીબીથી પીડિત હતા, તેમાંથી 4 લાખ એવા દર્દીઓ હતા જેને મલ્ટી ડ્રગ્સ રેઝીસ્ટન્ટ ટીબી થયો હતો, આવા દર્દીઓમાં કોઈ દવા કામ કરતી નથી, તેનો ટીબી અસાધ્ય બની જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

ગત વર્ષે 55 ટકા પુરુષો, 33 ટકા મહિલાઓ અને 12 ટકા બાળકો જોવા મળેલા હતા, એમાંથી 13 લાખ લોકોના મોત થયા હતા. દર્દીઓના રિપોર્ટિંગના રેકોર્ડ મુજબ હવે નવી સિસ્ટમ અમલમાં આવતા આપણા દેશમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી બે વર્ષમાં ક્ષય ને “અક્ષય” કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરેલ છે.1882 માં ડોક્ટર રોબર્ટ કોચ નામની તબીબે ટીબીનો જંતુ ની શોધ કરી હતી તેની યાદમાં દર વર્ષે વૈશ્વિક સ્તરે ટીવી જનજાગૃતિ દિવસની ઉજવણી પણ કરાય છે. મુખ્યત્વે આ ટીબી રોગ બીડી, સીગારેટ, તમાકુ વિગેરેના વધુ પડતા સેવનને કારણે થતો જોવા મળે છે. ટીબી એ આજે સમગ્ર વિશ્વને તેની ઝપટમાં લીધું છે, તે એક ચેપી રોગ છે.રિપોર્ટમાં ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા, ચીન, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને કોંગોમાં પણ પ્રમાણ વધુ જોવા મળેલ છે: સમગ્ર વિશ્વમાં દર વર્ષે સરેરાશ 1 કરોડથી વધુ લોકો ટીબીથી પીડાઈ છેસમગ્ર વિશ્વમાં 2030 સુધીમાં ટીબીને નાબૂદ કરવાનું લક્ષયાંક છે, ત્યારે ભારતની અંદર દર વર્ષે 10 ટકાનો ઘટાડો જોવા મળતા, આપણે 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવા સક્રિય કામગીરી શરૂ કરી છે.

વિશ્વક સ્તરે ટીબીના દર્દીઓની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો ભારત, ઈન્ડોનેશિયા, અને ફિલિપાઇન્સમાં જોવા મળે છે.ટી.બી.ના દર્દીઓની સમયાંતરે તપાસ થાય તેવી નિદાન સારવાર અને ટ્રીટમેન્ટ ફોઓલોપ વ્યવસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગોઠવી છે. આપણાં ભારત દેશે પણ રાષ્ટ્રીય ક્ષય નિવારણ બોર્ડ બનાવેલ છે. જેમાં ટ્રીટમેન્ટનો ડોટ કાર્યક્રમ અમલમાં છે. દર્દીને ઘેર બેઠા દવા મળી જાય છે. અગાઉ આ રોગને ‘રાજરોગ’ પણ કહેતા હતા. રોગ ચેપી હોવાથી દર્દીની સારવાર કરવામાં ખુબ તકેદારી રાખવી પડે છે.ક્ષય રોગને પહેલા ઘાસણી પણ કહેતા અંગ્રેજીમાં ટયુબર કપુલોસિસ કે ટીબી કહેવાય છે. પ્રાચિન કાળમાં તેમ યક્ષ્મા કહેતા હતા. ટીબી સામાન્ય રીતે ફેફસા ઉપર હુમલો કરે છે, ઘણીવાર તે શરીરનો અન્ય ભાગને પણ નુકશાન કરે છે. તે હવા દ્વારા ફેલાતો રોગ હોવાથી જયારે રોગી ખાંસી કે છીંક ખાય કે થૂંકે ત્યારે આ રોગના બેકટેરીયા હવામાં ફેલાતા હોવાથી અન્યને ચેપ લગાડે છે. માનવીમાં મોટાભાગના ચેપ બિમારીના ચિન્હો વગરના એસિમ્પટમેટિક અને સુસુપ્ત જોવા મળે છે.

ક્ષય રોગના મુખ્ય લક્ષણોમાં લાંબા સમયની ઉઘરસ કે ખાંસી, ગળફામાં લોહી પડવું, તાવ, રાત્રે પરસેવો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવા મુખ્ય ચિન્હો છે. છાતીના એકસ-રે, ગળફાની તપાસ કે લોહીની તપાસથી આ રોગનું નિદાન થાય છે. દુનિયાની ત્રીજા ભાગની તપાસ કે લોહીની તપાસથી આ રોગનું નિદાન થાય છે. દુનિયાની ત્રીજા ભાગની વસ્તી એમ. ટયુબર કયુલોસિસથી પિડાતી હોવાનું મનાય છે. અને દર બીજી સેક્ધડે વધુ એક વ્યકિત ને તેનો ચેપ લાગે છે. દર વર્ષે તેની સંખ્યા સ્થિર થતી જાય છે. પણ વસ્તી વધારાને કારણે નવા કેસોની સંખ્યા ચોકકસ સંખ્યા વધતી જોવા મળે છે.

Read National News : Click Here

સૌથી વધુ કેસો વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. સાથે વિકસિત દેશોમાં પણ ઇમ્યુનોસ પ્રેસિવ ડ્રગ પદાર્થોનું વધુ સેવન અથવા એઇડસને કારણે તેમની રોગ પ્રતિકારક શકિત ઘટી છે. સમગ્ર વિશ્વમાં ક્ષય રોગના દર્દીઓની સંખ્યા સમાન નથી હોતી. એશિયા અને આફ્રિકામાં 80 ટકા વસ્તી ક્ષય રોગના ટેસ્ટમાં પ્રોઝિટીવ આવે છે તો અમેરીકામાં માત્ર પ થી 10 ટકા જ લોકો પોઝિટીવ આવે છે. જે લોકો સિલિકોસિસથી પીડાઇ રહ્યા છે. તેને ટીબી થવાનો 30 ગણો ભય રહે છે. ડાયાલિસિસ પર હોય તેમને પણ 10 થી રપ ગણું ટીબીનું જોખમ છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓમાં સક્રિય ટીબી થવાનું જોખમ વધારે છે ઓછા વજન પણ ક્ષય રોગના જોખમ સાથે સંકળાયેલ છે.

જાહેર આરોગ્યની વાત જોઇએ તો ક્ષયએ એઇડસ અને મેલેરિયા બાદ ગરીબી સાથે સંકળાયેલો ત્રીજો મુખ્ય રોગ છે. ગ્લોબલ ફંડ ટુ ફાઇટ એઇડસ ટયુબ કયુલોસિસ એન્ડ મેલેરિયા જેવા ચેપી રોગોની સમસ્યા હલ કરવા માટે જરુરી ભંડોળ ઉભુ કરવા ર002 માં શરુઆત કરાય હતી. વૈશ્વિકરણને કારણે પણ આ રોગને ફેલાવવામાં મદદ મળી છે. આપણાં ગુજરાત રાજયમાં દરેક જીલ્લા મથકે જીલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર સાથે ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય કેન્દ્રો ઉપર પણ તેની નિદાન સારવાર જેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે. આપણા ભારતમાં દર વર્ષે ટી.બી.ના 26 લાખ જેટલા દર્દીઓ નોંધાય છે. સમગ્ર વિશ્વમાં નોંધાતા કુલ ટીબીના રોગીઓની કુલ સંખ્યાના 27 ટકા ભારતના દર્દીઓ હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here