લોકક્સભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ સુદઢ બને તે માટે

લોકક્સભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ સુદઢ બને તે માટે
લોકક્સભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ સુદઢ બને તે માટે
શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં 156 બેઠકો મેળવી ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય સાથે ગુજ રાતમાં એક ઇતિહાસ સજર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે આ ઇતિહાસના સૌ ગુજરાતવાસીઓ સાક્ષી બન્યા છે ત્યારે આવનારી લોકા ભાની ચુંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠક પર પાંચ લાખથી વધુ મતોની લીડથી ભાજપનો ભવ્ય વિજય થાય અને દેશના વડાપ્રધાન પદે ફરી નરેન્દ્રભાઈ મોદી આરૂઢ થાા તેવા સંકલ્પ સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબુત થાય તે દિશામાં સંગઠન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના નેતૃત્વમાં રાજકોટ સંગઠનથી લઈ બુથ સુધીનું માળખું ગોઠવવામાં આવી રહયું છે. તે અંતર્ગત માહિતી આપતા શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રાજકોટ લોકસભાની બેઠક પર પાંચ લાખ થી વધુ લીડથી ભાજપના ઉમેદવાર જીત મેળવે તેવા આશય સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી દ્વારા અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોનીની ઉપસ્થિતમાં શહેરના તમામ વોર્ડમાં વોર્ડવાઇઝ પ્રવાસનું આયોજન કરવા માં આવેલ છે તે અંતર્ગત આવતી કાલે તા. 20 બુધવારના વોર્ડ નં.1,11 માં વોર્ડના વિવિધ શ્રેેણીના કાર્યકર્તાઓ જેમાં સંસદસભ્ય વોર્ડમાં રહેતા હોય તો, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વોર્ડમાં રહેતા હોય તો, પ્રદેશના હોદેદારો અને કારોબારી આમંત્રિત, વિશેષ વોર્ડમાં રહેતા હોય તો, પ્રદેશના વિવિધ મોરચાના હોદેદારો, વોર્ડમાં રહેતા હોય તો, બોર્ડ નિગમના ચેરમેન,પૂર્વ ચેરમેનો, ડીરેકટરો વોર્ડમાં રહેતા હોય તો, શહેરના હોદેદારો અને મંડલના હોદેદારો, વોર્ડના પ્રભારી, કોર્પોરેટર.

Read National News : Click Here

શહેરના તમામ મોરચાના હોદેદારો અને મંડલના તમામ મોરચાના હોદેદારો, શિક્ષણ સમિતી સભ્યો અને પૂર્વ સભ્ય,સેલ સંયોજક-સહસંયોજક અને પૂર્વ સેલ સંયોજક-સહસંયોજક, આઈ.ટી. અને સોશ્યલ મીડીયા ટીમ, વોર્ડનાં પૂર્વ પ્રમુખ, મહામંત્રી, મોરચાના પૂર્વ હોદેદારો,પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ કારોબારી, આંમત્રિત સભ્યો અને વિશેષ સભ્યો, શક્તિકેન્દ્રના સંયોજક અને પ્રભારી, બુથના ઈન્ચાર્જ-સહઈન્ચાર્જ, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ અને પેજ સમિતી, ચુંટણીલક્ષી જાણકાર કાર્યકર્તાઓ સહિતના સાથે બુથ શકિતકેન્દ્ર અને ગત ચુંટણીઓના પરિણામો ઉપર વિસ્તૃત ચર્ચા કરી પરિવાર ભાવનાને વધુ સુદઢ  બનાવવામાં આવી રહી છે તેમાં શહેર ભાજપ પ્રમુખનો આ વોર્ડવાઇઝ પ્રવાસનું આયોજન કરવામાં આવી રહયું છે. ત્યારે આવતીકાલે વોર્ડ-1 માં સાંજે 7.00 કલાકે રંભામાની વાડી, શાસ્ત્રીનગર પાસે તેમજ વોર્ડ નં. 11 માં મેવાડા સુથારજ્ઞાતીની વાડી, ઉદયનગર, મવડી પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે જેમાં વોર્ડ નં.1 માં પ્રભારી કાથડભાઈ ડાંગર, કાનાભાઈ ખાણઘર, નાગજાભા વરૂ, ગૌરવભાઈ મહેતા તેમજ વોર્ડ નં.11 માં પ્રભારૂ પરેશભાઈ ઠાકર, મહેશભાઈ પીપળીયા, વિનુભાઈ ઈસોટીયા , મુળુભાઈ ઓડેદરા આ વોર્ડપ્રવાસની વ્યવસ્થા સંભાળી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here