રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં 11-GST ડિવીઝનોમાં બાયોમેટ્રીક સેન્ટરનો પ્રારંભ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં 11-GST ડિવીઝનોમાં બાયોમેટ્રીક સેન્ટરનો પ્રારંભ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં 11-GST ડિવીઝનોમાં બાયોમેટ્રીક સેન્ટરનો પ્રારંભ
આજરોજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 11 જીએસટી ડીવીઝનમાં ખુબ જ મહત્વની ગણાતી દસ્તાવેજ ચકાસણી માટેની બાયોમેટ્રીક સીસ્ટમનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રીય નાણાંમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ બાયોમેટ્રીક સેન્ટરનો આજરોજ રાજકોટ સહિતના 11 જીએસટી ડીવીઝનોમાં પ્રારંભ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે.આ બાયોમેટ્રીક સીસ્ટમના કારણે ખાસ કરીને જીએસટી તંત્રમાં બોગસ બીલીંગનું પ્રમાણ અટકશે અને આ સીસ્ટમ થકી નકલી દસ્તાવેજોનું દૂષણ પણ અટકી જશે.
આથી બોગસ બીલીંગના પ્રમાણમાં આગામી દિવસોમાં મોટો ઘટાડો જોવા મળશે. આજરોજ રાજકોટ ઉપરાંત જુનાગઢ, ભાવનગર, ગાંધીધામ, કચ્છ સહિત જુદા જુદા 11 જીએસટી ડીવીઝનોમાં આ બાયોમેટ્રીક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટરમાં હવે દસ્તાવેજોની ચકાસણી બાયોમેટ્રીક સીસ્ટમથી કરવામાં આવશે.
Read National News : Click Here
વેપારીઓના દસ્તાવેજોની મેન્યુઅલ ચકાસણી હવે બંધ કરી દેવામાં આવશે. આજરોજ રાજકોટના યુનિ. રોડ ઉપર આવેલા જીએસટી સેવા કેન્દ્ર ખાતે આ બાયોમેટ્રીક સેન્ટરનું ઉદ્ઘાટન બપોરે 12-30 કલાકે નાણાંમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે રાજકોટ જીએસટી વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ, વેપારી સંગઠનના હોદેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. રાજકોટ જે.સી. વિભાગના એચ.કે. સ્વામીના જણાવ્યા અનુસાર આ સેન્ટર કાર્યરત થતાં હવે આગામી દિવસોમાં બોગસ બીલીંગનું પ્રમાણ અટકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here