રાજકોટ શહેરના શેરીઓમાં રહેતા જરૂરિયાતમંદ 35 બાળકો અને તેના પરિવારોને ફોલ્ડીંગ પલંગ અને ધાબળાનું વિતરણ

રાજકોટ શહેરના શેરીઓમાં રહેતા જરૂરિયાતમંદ 35 બાળકો અને તેના પરિવારોને ફોલ્ડીંગ પલંગ અને ધાબળાનું વિતરણ
રાજકોટ શહેરના શેરીઓમાં રહેતા જરૂરિયાતમંદ 35 બાળકો અને તેના પરિવારોને ફોલ્ડીંગ પલંગ અને ધાબળાનું વિતરણ
રાજકોટ શહેરની શેરીઓમાં રહેતા તેમજ સમાજ સુરક્ષા વિભાગના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા માન્ય કરાયેલા જરૂરિયાતમંદ બાળકો તેમજ તેમના પરિવારને રોજગારલક્ષી સાધનોરૂપી સહાય વિતરણ કાર્યક્રમ જામનગર રોડ સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં રાજકોટના જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ શેરીમાં રહેતા 35 બાળકો (ઈવશહમયિક્ષ શક્ષ જિિંયયિં જશિીંફશિંજ્ઞક્ષ ઈઈંજજ)ને 35  ફોલ્ડીંગ પલંગ તથા ધાબળા અર્પણ કર્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાળકોના 17 પરિવારોને રોજગારી માટે સાયકલ રિક્ષાઓનું વિતરણ કરી કલેકટર પ્રભવ જોષીએ જરૂરિયાતમંદ પરિવારો પ્રત્યે સંવેદના દાખવી હતી.કલેક્ટરએ બાળકો તથા તેઓના પરિવારજનો સાથે સંવેદનાસભર વાર્તાલાપ કર્યો હતો. બાળકોને અભ્યાસ પુન:શરૂ કરવા, ફરજિયાત નિશાળે જવા, રસીકરણ કરાવવા તથા બાળ મજૂરી છોડી દેવા બાળકોના માતા-પિતાને જણાવ્યુ હતું. શેરીઓમાં રહેતા આ જરૂરિયાતમંદ પરિવારજનોને કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા ખાતા દ્વારા ઈ-શ્રમ કાર્ડ, આધારકાર્ડ, ઙખઉંઅઢ કાર્ડ, રેશનકાર્ડ જેવા લાભો પણ આપવામાં આવ્યા હતા. આ માનવીય સંવેદનાસભર કાર્ય બદલ કલેકટરએ પ્રાંત અઘિકારીઓ તેમજ સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષાની ટીમને બિરદાવી હતી.

Read National News : Click Here

આ તકે 23 બાળ મજૂરોને ગૃહમાંથી મુકત કરી પરિવાર સાથે પુન:સ્થાપિત કરાયા હતા. બાળકો મળતાં માતા- પિતા આનંદિત થઇ ઉઠયા હતા. આ માતા – પિતાઓને પણ બાળકોને બાળમજૂરી બંધ કરાવીને શાળાએ નિયામિત મોકલવા કલેકટરએ અનુરોધ કર્યો હતો.  આ કાર્યક્રમમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રક્ષાબેન બોળિયા અને સભ્ય અરુણ નિર્મલ, ડો. રશ્મિકાન્ત ઉપાધ્યાય, મનીષ ખંભાળિયા, એસ.ડી.એમ. પ્રાંત રૂરલ દેવાહુતિ, એસ.ડી.એમ. પ્રાંત રાજકોટ-2 નિશા ચૌધરી, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, સમાજ સુરક્ષા અધિકારી પ્રાથના સેરશિયા, બાળ સુરક્ષા અધિકારી અલ્પેશ ગોસ્વામી,  મેહુલગિરી ગોસ્વામી,  મામલતદાર જૈમિન કાકડીયા અને એસ જી ચાવડા, સમાજ સુરક્ષા વિભાગના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here