રાજકોટના 2500 સહિત રાજયભરના હજારો વેપારીને GSTની નોટિસ

રાજકોટના 2500 સહિત રાજયભરના હજારો વેપારીને GSTની નોટિસ
રાજકોટના 2500 સહિત રાજયભરના હજારો વેપારીને GSTની નોટિસ
રાજકોટનાં 2500 સહિત રાજયભરનાં હજારો વેપારીઓને 7 વર્ષ જૂના કેસોમાં જીએસટી તંત્ર દ્વારા આપવામાં આવેલ આડેધડ નોટિસથી વેપારી સહિત સંગઠનોમાં વિરોધ-ઉહાપોહ બાદ જીએસટી તંત્રએ પારોઠના પગલાં ભર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે અધિક રાજય વેરા કમિશ્નર દ્વારા આવી તમામ નોટિસ ડ્રોપ કરવા સતાવાર પરિપત્ર કરવામાં આવ્યો છે. જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે કેસમાં ઓડિટની કામગીરી થઈ ગઈ છે છતાં પણ નોટિસ આપવામાં આવી છે આ નોટિસ ડ્રોપ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે કેસમાં રીર્ટન સ્ક્રૂટીની કામગીરીથી થયેલ છે તેવા કેસોમાં આઈઆઈટી દ્વારા અપાયેલ નોટિસમાં સમાન મુદ્દા હોય તેવા કેસો પડતા મુકવામાં આવશે.વર્ષ 2017-18માં અન્વેષણની કાર્યવાહીમાં કલમ-74 હેઠળ અપાયેલ નોટિસ અને એડવાઈઝરી – સમન્સની કામગીરી થઈ હોય તેવા કિસ્સામાં પણ નોટિસ ડ્રોપ કરવાની રહેશે. તદુપરાંત માલની લેવડ-દેવડ વગર બીલ ઈસ્યુ કરવામાં આવેલ છે તેવા કિસ્સામાં તંત્ર દ્વારા કલમ- 122 હેઠળ કરેલી કાર્યવાહી પણ સ્થગિત કરવામાં આવશે. બ્લોક ક્રેડિટના કિસ્સામાં  સિસ્ટમ દ્વારા 17(5) હેઠળ અધિકારી દ્વારા પત્રકના આધારે ચકાસણી કરી અપાયેલ નોટિસ ડ્રોપ કરવાની રહેશે અને અનિવાર્ય સંજોગો સિવાય કરદાતા પાસેથી સ્પષ્ટતા પણ લેવાની રહેશે નહીં.

Read National News : Click Here

તેમજ નોન બીઝનેશ ટ્રાન્ઝેકશન અને મુક્તિ અપાયેલ વેપારના ટર્નઓવર ઉપર નોટિસમાં દર્શાવ્યા મુજબ કરવાપાત્ર ઘટાડાની ચકાસણી કરીને જ લાભ આપવા તાકિદ કરવામાં આવી છે.  જીએસટી તંત્ર દ્વારા વિવિધ આઠ મુદ્દા અંગે વેપારીઓને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય કિસ્સામાં નોટિસ ડ્રોપ કરવાપાત્ર થતી ન હોય તેવા કેસમાં કરદાતા સામે કાર્યવાહી કરવા અને વેપારીઓને સાંભળવા સુચના આપવામાં આવી છે.  જે કેસમાં નોટિસ ડ્રોપ કરવાપાત્ર થતી હોય તેવા કિસ્સામાં કરદાતા પાસેથી લેખિત જવાબ લેવાનો રહેશે નહીં અને વેપારીઓને રૂબરૂ બોલાવવા પણ નહી, આવા પડતા મુકાયેલા કેસની જાણ વેપારીઓને અચૂક કરવા પણ દરેક ડિવીઝનના સંયુકત રાજય વેરા કમિશ્નરને તાકિદ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here