માધાપર બ્રિજના લોકાર્પણ બાદ અંતે 3 મહિના બાદ વળતર અને જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ

માધાપર બ્રિજના લોકાર્પણ બાદ અંતે 3 મહિના બાદ વળતર અને જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ
માધાપર બ્રિજના લોકાર્પણ બાદ અંતે 3 મહિના બાદ વળતર અને જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ
મુખ્યમંત્રીના હસ્તે માધાપર બ્રિજનું લોકાર્પણ થયાના ત્રણ મહિના બાદ અંતે તંત્રએ સર્વિસ રોડ ખુલ્લો કરવા સત્તાવાર તૈયારીઓ શરૂ કરી છે. આ માટે ગાંધી સોસાયટીના સાર્વજનિક પ્લોટ અને બીજા ખાનગી પ્લોટના સંપાદન અને વળતરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

ગાંધી સોસાયટીના સાર્વજનિક પ્લોટ અને બીજા ખાનગી પ્લોટની જમીનનું થશે સંપાદન નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી પાસેથી ત્યાંના જંત્રીદરની વિગતો મંગાવાય, હવે કમિટી વળતર નક્કી કરશેમાધાપર બ્રિજ હાલ ધમધમી રહ્યો છે. પણ એક તરફનો સર્વિસ રોડ બંધ રખાયો છે. કારણકે આ જમીનની માલિકી ગાંધી સોસાયટીની છે. જેમાં સોસાયટીનો સાર્વજનિક પ્લોટ અને ખાનગી પ્લોટ આવે છે. લોકાર્પણના ત્રણ મહિના પછી સર્વિસ રોડ માટે વળતર અને જમીન સંપાદનનું આજે જાહેરાનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કલમ 11 એ મુજબ ગાંધી સોસાયટીનો સાર્વજનિક પ્લોટ અને બીજા ખાનગી પ્લોટનો કબજો લેવાશે

આ જાહેરાનામામાં સર્વે નં.37 પૈકી 1424 ચો.મી. એકતરફની જમીન સંપાદન કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે. આજે ગાંધીનગરથી જાહેરનામું પ્રસિદ્ધ થયું છે.જેને  સરકારી પ્રેસમાં છપાવવા મોકલી દેવામાં આવ્યું છે. હવે જમીનની કિંમત નક્કી થશે. નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી પાસેથી ત્યાંની જંત્રી અને આરએન્ડબી પાસેથી કેટલા વૃક્ષ અને બાંધકામ તેની ડિટેઇલ માંગી છે.આ જમીનના 8 ખાનગી આસામી છે જેની કોર્નરમાંથી જમીન કપાત થાય છે તેને નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. ત્યારબાદ ત્રણથી ચાર દિવસમાં તેમને સાંભળવા માટે 30 કે 60 દિવસનો સમય આપશે. એક સુનાવણી થશે તેમાં વાંધા સુચનોનો નિકાલ કરશે. પછી હુકમ થશે.

Read National News : Click Here

પછી કલમ 19 મુજબનું વધુ એક જાહેરનામું પ્રસિદ્ધ થશે પછી એક તરફનો રસ્તો ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ કલમ 10એનું જાહેરનામું 26/09/2023ના રોજ પ્રસિદ્ધ થયું હતું. ત્રણ મહિના પછી મહિના પછી કલમ 11નું વળતરનું જાહેરનામું  પ્રસિદ્ધ થયું છે.ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના માધાપર ચોકડી ખાતે રૂ. 60 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો હતો. જેનું ઉદ્ઘાટન ગત તા.25 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં થયું હતું.માધાપર ચોકડી ખાતે આ બ્રિજ 1124.70 મીટરની લંબાઈ, 23.82 મીટરની પહોળાઈ અને 5.50 મીટરની ઊંચાઈ ધરાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here