માંડવી:દોહિત્રએ નાની માંનું સપનું સાકાર કરતાં આંખોમાં હર્ષના આસું છલકાયા

માંડવી:દોહિત્રએ નાની માંનું સપનું સાકાર કરતાં આંખોમાં હર્ષના આસું છલકાયા
માંડવી:દોહિત્રએ નાની માંનું સપનું સાકાર કરતાં આંખોમાં હર્ષના આસું છલકાયા
મુખ્યત્વે ચારણ ગઢવી વસ્તી ધરાવતા માંડવી તાલુકાના મોટા લાયગા ગામના પીન્ટુ રામ ગઢવી જેઓ આજે બિન હથિયારો પોલીસમાં ફોર્સમાં ભરતી થઈને ગામ તેમજ ગઢવી સમાજ અને ખાસ કરીને નાની માનું સપનું સાકાર કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

તેઓ કહી રહ્યા છે કે મારી માતાનું આજથી પાંચ વર્ષ અગાઉ અવસાન થઈ ગયું હતું ત્યારથી મારી નાની માંએ મને આ સ્થાને પહોંચાડવા દિવસ રાત મહેનત કરી છે.આજે મારી માં આ દુનિયામાં નથી પરંતુ માતાના સ્વરૂપ મારી નાની માં મારી સાથે છે મારી નાની માએ મને મોટો કર્યો છે. આજે પીટુ ગઢવીની નાની માંએ રડતી આંખે સૌ ઉપસ્થિત અધિકારીનું આભાર માન્યું હતું. નાનીમા કહે છે કે, પીન્ટુએ નાનપણમાં ગાયો દોહી છે, વાડીએ કામ કર્યું છે, દિવસ રાત મહેનત કરી છે ત્યારે આજે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કર્યું છે. આજે તેના નાનીમા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત હતા ત્યારે પોતાના દોહિત્રને પોલીસમાં ભરતી થવા અને નિમણુક પત્ર મળતું જોઈ ખુશીથી રડી પડ્યા હતા.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here