મનપા દ્વારા શેરી ફેરિયાઓના પરિવારો માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે

મનપા દ્વારા શેરી ફેરિયાઓના પરિવારો માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે
મનપા દ્વારા શેરી ફેરિયાઓના પરિવારો માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે
મહાનગરપાલિકા દ્વારા તા. 21 અને 23 ડિસેમ્બરના રોજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ બંને કાર્યક્રમોનાં આયોજન અંગે જરૂરી પરામર્શ કરવા માટે આજે મેયર નયનાબેન પેઢડીયાનાં અધ્યક્ષ સ્થાને એક મીટીંગ યોજવામાં આવેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, દંડક મનીષભાઈ રાડિયા, ડેપ્યુટી કમિશર ચેતન નંદાણી અને એચ. આર. પટેલ, તેમજ જુદીજુદી શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં થયેલ ચર્ચા વિચારણા મુજબ તા.21મીએ સાંજે 5વાગ્યે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે અને તા. 23મીએ શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે સવારે યોજાનાર આ બંને કાર્યક્રમોમાં શેરી ફેરિયાઓના પરિવારજનો માટે વિવિધ પ્રવૃત્તિઓ અને મનોરંજક પ્રોગ્રામ યોજવામાં આવશે.

Read National News : Click Here

જેમાં ફેરિયાઓના બાળકો માટે યોજાયેલ નિબંધ અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓનું સન્માન, ફેરિયાઓના પરિવારના બહેનો માટે યોજાયેલ પૌષ્ટિક વાનગી સ્પર્ધાના વિજેતાઓનું સન્માન, સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામમાં પસંદગી પામેલા ફેરિયાઓના બાળકોનું સન્માન, ડિજિટલ ટ્રાન્જેક્શન કરતા ફેરિયાઓનું સન્માન, દિવ્યાંગ ફેરિયાઓનું સન્માન, ફેરિયાઓના બાળકોનાં મનોરંજન માટે આ કાર્યક્રમ સ્થળોએ જમ્પિંગ અને ચકરડી વગેરે જેવી સુવિધાઓ, જાણીતા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ફેરિયાઓના પ્રતિભાવંત બાળકોની કલાના પ્રદર્શન માટે તેમનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here