નવી કોર્ટ પાછળ પાર્ક કરેલ ટ્રેકટરની ઉઠાંતરી કરતાં તસ્કરો

નવી કોર્ટ પાછળ પાર્ક કરેલ ટ્રેકટરની ઉઠાંતરી કરતાં તસ્કરો
નવી કોર્ટ પાછળ પાર્ક કરેલ ટ્રેકટરની ઉઠાંતરી કરતાં તસ્કરો
જામનગર રોડ પર નવી કોર્ટ પાછળ પાર્ક કરેલ ટ્રેકરટની તસ્કરો ઉઠાંતરી કરી નાસી છૂટતાં  રૂ.8.50 લાખના ટ્રેકટરની ચોરી થયાની યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

બનાવ અંગે જામનગર રોડ પર નવી કોર્ટની પાછળ રહેતાં નીતીનભાઈ મુકેશભાઈ આશીયાણી  (ઉ.વ.33) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે,  તેઓ રેતી કપચી તથા ઈંટો વેચવાનો વેપાર કરે છે અને તેની પાસે મેસી કમ્પનીનુ એક ટ્રેકટર છે.  ગઇ તા.08/11/2023 ના  રાત્રીના બાર વાગ્યેની આસપાસ ટ્રેકટર તેઓના ઘર પાસે પાર્ક કરેલ હતું. બીજા દિવસે જોયું તો ટ્રેકટર જોવામા આવેલ નહી જેથી આજુબાજુમા ઘર પાસે આવેલ ઈટોના ભઠઠા પાસે જોયુ તો ટ્રેકટ2 ક્યાંય જોવામા આવેલ નહી. જેથી ઘર પાસે પાર્ક કરેલ ટ્રેક્ટર રૂ.8.50 લાખની ચોરી કરી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here