જેટકોના વિદ્યુત સહાયકની ભરતી માટે 28 અને 29મીએ લેવાશે પોલ ટેસ્ટ

જેટકોના વિદ્યુત સહાયકની ભરતી માટે 28 અને 29મીએ લેવાશે પોલ ટેસ્ટ
જેટકોના વિદ્યુત સહાયકની ભરતી માટે 28 અને 29મીએ લેવાશે પોલ ટેસ્ટ
હાલમાં જ રદ્દ કરવામાં આવેલી જેટકોના વિધુત સહાયકની ભરતી પ્રક્રિયામાં મોટી જાહેરાત થઈ છે. જેમાં જેટકોએ વિધુત સહાયકની પરીક્ષા 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે તેવું જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગેની માહિતી અનુસાર, જેટકો દ્વારા હાલમાં રદ્દ કરવામાં આવેલી પરીક્ષા અંગે સરકારે તાત્કાલિક જ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં આગામી 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે છ જગ્યાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવાશે. તેમજ 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી છે. જેટકો ભરતી મુદે સરકાર એક્શનમાં આવી ગઈ છે. જેમાં જેટકોના એચઆર મેનેજરની બદલી કરવામાં આવી છે. અન્ય જવાબદાર અધિકારીઓને પણ નોટીસ આપવામાં આવી છે. તેમજ સમગ્ર પ્રક્રિયામાં જેની પણ ભુલ હશે તેમની સામે કાર્યવાહી કરાવ માટે પણ સરકારે તૈયારી કરી છે.

ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ જેટકોની ગેરરીતિ સામે આવતા અગાઉની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિને ધ્યાનમાં આવેલ હતી. વિધુત સહાયકો દ્વારા વધુ એક વાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી છે. જેટકોના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું છે. તેમાં યુવરાજસિંહની આગેવાનીમાં આવેદન આપ્યું છે. ત્યારે યુવરાજસિંહે જણાવ્યું છે કે અધિકારીઓ ફક્ત આશ્વાસન આપે છે.

Read National News : Click Here

વિધાર્થીઓની લાગણી છે કે તેમને ન્યાય મળે. ઉમેદવારોએ મહેનત કરીને પરીક્ષા આપી છે. વિધાર્થીઓની ભૂલ નથી. જેટકોના અધિકારીઓની ભૂલ છે. અધિકારીઓની ભૂલ વિધાર્થીઓ શા માટે ભોગવે. અમે આ મુદ્દે લડાઇ લડીશુ. જે અધિકારીને ભૂલ કરી છે તેને સજા કરો. 1291 વિધુત સહાયકોને જેટકો નિમણુંક પત્ર અપાયા હતા. તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ પણ નિમણૂંક ન અપાતા રોષ ફેવાયો છે. 1291 પોસ્ટ માટે 5600 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં યુવરાજસિંહે જણાવ્યું છે કે ઉર્જામંત્રીના ઘર, વિધાનસભાનો ઘેરાવ પણ કરીશુ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here