જાપાનની સેમિ કન્ડક્ટર સેક્ટરની કંપની ગુજરાતમાં આવશે

જાપાનની સેમિ કન્ડક્ટર સેક્ટરની કંપની ગુજરાતમાં આવશે
જાપાનની સેમિ કન્ડક્ટર સેક્ટરની કંપની ગુજરાતમાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત જાપાનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ યાગી કોજીએ ગાંધીનગરમાં લીધી હતી. તેમણે ગુજરાતની તેમની આ મુલાકાતને આનંદદાયક ગણાવતા મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં કહ્યું કે, જાપાન-ભારત-ગુજરાતના પરસ્પર મજબૂત સંબંધો અને સ્ટ્રેટેજિક ગ્લોબલ પાર્ટનરશીપ વડાપ્રધાનના વિઝનને આભારી છે.

બે રાષ્ટ્રો વચ્ચે બિઝનેસ અને ઇકોનોમી ક્ષેત્રના સંબંધોની નવી દિશા આના પરિણામે ખુલી છે અને ખાસ કરીને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની જ્વલંત સફળતાએ જાપાનના અનેક ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કર્યા છે.

જાપાનની સેમિ કન્ડક્ટર સેક્ટરની કંપની ગુજરાતમાં આવશે જાપાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાપાન મુલાકાત ફળદાયી નીવડી છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. જાપાનના કોન્સ્યુલ જનરલશ્રીએ ઉમેર્યું કે, વાઇબ્રન્ટ સમિટ 2024માં સુઝુકી મોટર્સે ગુજરાતમાં પોતાના એક્સપાન્શન પ્રોજેક્ટની જાહેરાત કરેલી છે. એટલું જ નહિં, જાપાનની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ પણ ભારતની કંપનીઝ સાથે કોલેબરેશન કરીને ગુજરાતમાં આવવા ઉત્સુક છે.

જાપાનની સેમિ કન્ડક્ટર સેક્ટરની કંપની ગુજરાતમાં આવશે જાપાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉત્સુકતાની સરાહના કરતાં લગાવ્યું કે, આવા પ્રોજેક્ટ્સ માટે જરૂરી સ્થળ અને જમીન પસંદગી તથા ફાળવણીમાં રાજ્ય સરકાર જરૂરી મદદ કરશે. જાપાનના કોન્સ્યુલ જનરલ યાગી કોજીએ આ બેઠકની વાતચીત દરમિયાન કહ્યું કે, ઓટોમોબાઇલ અને સેમિકોન ઉપરાંત રિન્યુએબલ એનર્જી, ગ્રીન એમોનિયા પ્રોજેક્ટમાં પણ ગુજરાત સાથે રોકાણની સંભાવના રહેલી છે.

જાપાનની સેમિ કન્ડક્ટર સેક્ટરની કંપની ગુજરાતમાં આવશે જાપાન

તેમણે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મેટ્રો રેલ, ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર વગેરેમાં જાપાનની પ્રેઝન્સ છે તેને વધુ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વિસ્તારવા અંગે પરામર્શ કર્યો હતો.

ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપના પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે બિઝનેસ અને ઇકોનોમી સેક્ટર સાથે કલ્ચરલ રિલેશન પણ વધુ સંગીન બને તે માટેના આયોજનો ગુજરાતમાં જાપાનના ઓનરરી કાઉન્સેલ મુકેશ પટેલ કરી રહ્યા છે તે અંગે પણ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોન્સ્યુલ જનરલને કચ્છના હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર થયેલ સ્મૃતિભેટ આપી હતી.

મુખ્યમંત્રીના સલાહકાર અને મેટ્રો રેલ કોર્પોરેશનના ચેરમેન રાઠૌર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ તથા વરિષ્ઠ અધિકારીઓ અને ગુજરાતમાં જાપાનના ઓનરરી કાઉન્સેલ મુકેશ પટેલ આ મુલાકાત બેઠકમાં જોડાયા હતા.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here