ચોમાસામાં સ્વાસ્થ્ય સાથે જૂની કારની પણ આ રીતે રાખો સંભાળ , નહીં તો રસ્તામાં કરશે પરેશાન

ચોમાસામાં સ્વાસ્થ્ય સાથે જૂની કારની પણ આ રીતે રાખો સંભાળ , નહીં તો રસ્તામાં કરશે પરેશાન
ચોમાસામાં સ્વાસ્થ્ય સાથે જૂની કારની પણ આ રીતે રાખો સંભાળ , નહીં તો રસ્તામાં કરશે પરેશાન ચોમાસામાં સ્વાસ્થ્ય સાથે જૂની કારની પણ આ રીતે રાખો સંભાળ , નહીં તો રસ્તામાં કરશે પરેશાન

જો તમારી પાસે જૂની કાર હોય તો આ વરસાદની ઋતુમાં તેની યોગ્ય રીતે દેખરેખ રાખવી જરૂરી છે. નહીં તો રસ્તામાં તમારી કાર બગડી શકે છે.
ભારતમાં ચોમાસુ શરુ થઇ ગયું છે. અનેક જગ્યાએ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. એવામાં જો તમારી પાસે કોઈ જૂની કાર હોય તો તેનું આ ઋતુમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે હાલમાં જૂનામાં કાર ખરીદી હોય તો પણ કેટલીક બાબતો ધ્યાને લેવી જરૂરી છે. તમને અહીંયા જણાવીશું કે આ વરસાદની ઋતુમાં જૂની કારની કઈ બાબતોનું ધ્યાન રાખવું.

ફ્લ્યૂડ લેવલ
જો વરસાદની ઋતુમાં જૂની કારની યોગ્ય રીતે દેખરેખ રાખવામાં આવે તો રસ્તામાં પરેશાન નથી કરતી. અનેક લોકોનું એવું માનવું હોય છે કે, ચોમાસામાં કારને વધુ લિક્વિડની જરુર નથી, પરંતુ તે ધારણ ખોટી છે. ચોમાસામાં પણ ઉનાળા જેટલી જ લિક્વિડની જરૂર પડે છે. આથી સમયસર કારમાં લિક્વિડ નાખતા રહેવું.

લીકેજ ચેક કરો
જૂની કારોમાં લીકેજની સમસ્યા રહે છે. વાહનમાં ફ્લ્યૂડનું લેવલ વધી જવાના કારણે કેટલીક જગ્યાએથી લીક થઈ જાય છે. ફ્લ્યૂડ લીક થવું તે ગંભીર સમસ્યા ગણાય છે. આથી લીકેજ બાબતે ચેક કરતા રહેવું. સમયસર સારા મિકેનીક પાસે કાર ચેક કરાવતા રહેવી.

ટાયર ચેક કરવા
જૂની કારમાં તમારે ચોમાસામાં ટાયર જરૂર ચેક કરવા. કેમ કે ચોમાસામાં રોડની હાલત સારી નથી હોતી. જો તમારી કારના ટાયરમાં કોઈ લીકેજ કે પછી ટાયરમાં કોઈ ભાગ ઉપસી ગયો તો નથી ને તે ચેક કરી લેવું. ટાયરમાં પંક્ચર અને ક્રેક પણ તપાસી લેવુ. આ સિવાય એર પ્રેશર પણ ચેક કરવું.

પાર્ટ્સ બદલાવો
જૂની કારમાં અમુક પાર્ટ્સ ગમે ત્યારે બગડી શકે છે. તેના કારણે તમારે રસ્તામાં હેરાન થવાનો વારો આવી શકે છે. જૂની કારના કોઈ પાર્ટ્સમાં ખરાબી દેખાય તો તરજ જ તેને ચેન્જ કરાવી દો. આ ઋતુમાં બ્રેક, ટાયર અને સસ્પેન્શન ચેક કરી લેવા.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here