ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્‍કૃતિક વારસા‘ તરીકે સાંજે યુનેસ્‍કો જાહેર કરશે

ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્‍કૃતિક વારસા‘ તરીકે સાંજે યુનેસ્‍કો જાહેર કરશે
ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્‍કૃતિક વારસા‘ તરીકે સાંજે યુનેસ્‍કો જાહેર કરશે
ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્‍કૃતિક વારસા’ તરીકે આજે સાંજે યુનેસ્‍કો દ્વારા જાહેર કરાશે. જેનુ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જીવંત પ્રસારણ કરાશે.

ખંભાળીયા  : તાજેતરમાં ગરબા ઓફ ગુજરાત ગરબાના કાર્યક્રમો દ્વારા ગુજરાતની પ્રાચીન સંસ્‍કૃતિક જીવંત રાખતા આ કાર્યક્રમ ને વર્લ્‍ડ હેરીટેઝમાં સ્‍થાન મળતા ખંભાળીયામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારકા દ્વારા ગરબા સેલીબ્રેશન કાર્યક્રમ આજે યોજાયો છે.પાલિકા ટાઉન હોલ ખાતે સાંજે પ.૩૦ વાગ્‍યે યોજાયેલા આ કાર્યક્રમમાં ગરબા કરીને ગરબાને વર્લ્‍ડ હેરીટેજમાં સ્‍થાન મળતા તેની ઉજવણી કરવામાં આવશે જેમાં સપરિવાર જોડાવા લોકોને નિમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢઃ  રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને ગુજરાત સરકાર દ્રારા આયોજીત ગરબા ઓફ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત શ્રી સ્‍વામી નારાયણ જ્ઞાનબાગ ગુરૂકુળ, સાબલપુર ચોકડી, જૂનાગઢ ખાતે તા.૬ના સાંજના ૫ વાગ્‍યે ગરબા કાર્યક્રમ યોજાનાર છે.ગુજરાતની સંસ્‍કૃતિને જીવંત રાખતા ગરબાને વલ્‍ડ હેરીટેજમાં સ્‍થાન મળતાં તેના લોચીંગ કાર્યક્રમ અન્‍વયે રાજયના દરેક જિલ્લા પૈકિ જુનાગઢ જિલ્લામાં શ્રી સ્‍વામી નારાયણ જ્ઞાનબાગ ગુરૂકુળ, સાબલપુર ચોકડી, જુનાગઢ ખાતે સાંજના ૫-૦૦ વાગ્‍યે ગરબા કાર્યક્રમનું આયોજન કરેલ છે. ત્‍યાર બાદ સમગ્ર કાર્યક્રમનું સાંજે ૬ થી ૯ વાગ્‍યા સુધી બોત્‍સ્‍વાના ખાતેથી લાઇવ વેબકાસ્‍ટ કરવામાં આવનાર છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરઃ ગરબો ભારતીય સંસ્‍કૃતિની વૈવિધ્‍યપૂર્ણ એકતા દર્શાવવામાં મહત્‍વનું સ્‍થાન ધરાવે છે. જાતિ- ધર્મ, ભાષા – બોલીના ભેદથી ઉપર ઉડીને સામાજિક સમરસતા અને સમૂહજીવનને આકાર આપવામાં ગરબાએ મહત્‍વનું સ્‍થાન લીધું છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવામાં, જીવંત રાખવામાં ગરબાએ મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી છે.નારી, મુક્‍તિના અજવાળા સમો ગરબો માથે લઈ, માની ભક્‍તિ સાથે પોતાના મનોભાવ પણ શબ્‍દોમાં વણી લઈ સમાજને જાગૃત કરવાનું અને આવનારી પેઢી માટે સાંસ્‍કૃતિક મૂલ્‍યો જાળવવાનું ઉમદા કાર્ય કરે છે. કોમલાંગી તરીકે ઓળખ પામેલીસ્ત્રી સમય આવે, શસ્ત્ર ધારણ કરવાને પણ સક્ષમ છે એ વાત આદ્યશક્‍તિની આરાધનામાં પ્રગટ થાય છે.ગુજરાતના આ ગૌરવશાળી ગરબાને યુનેસ્‍કો દ્વારા ૧૫ માં અમૂર્ત સાંસ્‍કૃતિક વારસા તરીકે તા.૬/૧૨/૨૦૨૩ના રોજ સાંજે ૫ કલાકે જાહેર કરવામાં આવનાર છે.આ સાંસ્‍કૃતિક કાર્યક્રમને લાઇવ નિહાળવા આજે સાંજે ૫ કલાકે ધનવંતરી ઓડીટોરીયમ,જામનગર ખાતે જાહેર જનતાને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એમ.આઈ.પઠાણ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Read National News : Click Here

સોમનાથ

વેરાવળ-પ્રભાસ પાટણ : રમતગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબહેન મૂછારના અધ્‍યક્ષસ્‍થાને આજે સાંજે ૫ કલાકે શ્રી રામ મંદિર ખાતે ‘ગુજરાતનો ગરબો’ કાર્યક્રમ યોજાશે.આ તકે, અતિથી વિશેષ તરીકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિત સર્વ ધારાસભ્‍યશ્રીની પણ ઉપસ્‍થિતિ રહેશે. નવી પેઢી ગરબાનું સાંસ્‍કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્‍વ સમજે, ગુજરાતની આપણી આ અમૂર્ત સાંસ્‍કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય તેવા શુભ આશયથી ‘ગુજરાતના ગરબા’ની ઉજવણી કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાની જાહેર જનતાને પધારવા જિલ્લા વહીવટી તંત્રએ હાર્દિક નિમંત્રણ પાઠવ્‍યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here