કોરોનાના નવા વેરિએન્ટ J.N.1ની એન્ટ્રીથી આરોગ્ય તંત્ર એલર્ટ

કોરોનાના નવા વેરિએન્ટ J.N.1ની એન્ટ્રીથી આરોગ્ય તંત્ર એલર્ટ
કોરોનાના નવા વેરિએન્ટ J.N.1ની એન્ટ્રીથી આરોગ્ય તંત્ર એલર્ટ
વિશ્વ આરોગ્ય  સંસ્થાએ ગત મંગળવારે જેએન.1 કોરોના વાયરસને વેરિઅન્ટ ઓફ  ઈન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યો છે.તેમણે વધુમાં જણાવેલ કે, વર્તમાન પુરાવા દર્શાવે છે કે આ જાહેર આરોગ્ય માટે જોખમ ઓછુ આ નવી સમસ્યા રોગ પ્રતિકારક તંત્રને ટાળી શકે છે. અને હાલમાં ફરતાં  અન્ય પ્રકારો કરતાં વધુ સરળતાથીપ્રસારીત થઈ શકે છે,તે વધુ ગંભીર રોગના કોઈ ચિન્હોદર્શાવતા નથી. વધુ કેસો  જોવા મળે તો પણ તે વધુ જોખમ ઉભુ કરતુ નથી.

Visit Saurashtra Kranti Homepage here

જેએન.1ને અગાઉ તેના પિતૃવંશ બી.એ.2.86ના ભાગ રૂપે વર્ગીકરણ કરવામાં આવ્યું હતુ, પણ હવે તેને ડબલ્યુએચઓએ વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ એટલે કે રસના એક અલગ પ્રકારે વર્ગીકૃત કરેલ છે.સી.ડી.સી. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે યુ.એસ.માં 8 ડિસેમ્બર સુધી અંદાજે  15 થી 29 ટકા  કેસો ધરાવે  છે. આપણા દેશ ભારતમાં કોવિડ 19 કે  કોરોના નવા વેરિઅન્ટનું   આગમન થઈ ગયું છે, અને દેશમાં કોરોનાના એકિટવ કેસોની સંખ્યા  2311  જોવા મળી છે.  કેરળમાં  પ્રથમ કેસ  બાદ  દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ કેસો જોવા મળી રહ્યા છે. પણ જોખમી નથી તે એક આશિર્વાદ છે.ભારતમાં કોરોના વાયરસનું વધુ એક નવુ પેટા સ્વરૂપ સામે આવતા, જીનોમ સિકવન્સિંગ બાદ તેની શોધ થઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છેકે અમેરિકા, સિંગાપૂર અને ઈન્ડોનેશિયામાં  કોરોનાસંક્રમિત દર્દીઓની સંખ્યામાં તાજેતરમાં થયેલા વધારાને પણ આ નવું સ્વરૂપ  જવાબદાર છે. નિષ્ણાંતોના મત મુજબ  ભારત માટે  અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, છતાં   આપણા આરોગ્ય તંત્રે નવી લહેરના દસ્તક ના પગલે તંત્રને એલર્ટ કરીને  ટેસ્ટ, ટ્રીટમેન્ટ, સારવાર,  રસીકરણ જેવી બાબતોમાં સઘનતા વધારી દીધી છે.

જેએન.1 અન્ય જાણીતા પ્રકારો કરતા વધુ જોખમી  જણાતો નથી, જેના લક્ષણો પણ અગાઉના  વાયરસની જેમ  તાવ, વહેતુ નાક,  ગળામાં દુ:ખાવો, માથાનો કે પેટનો દુખાવો અને ઝાડા જેવા  હળવા જઠ્ઠર  સંબંધીત સમસ્યાનો સમાવેશ થાય છે.  રસીકરણ એક નિર્ણાયક બચાવ છે, કારણ કે રસી વાયરસના  વિવિધ પ્રકારોથી થતા ગંભીર  ચેપ સામે  અસરકારક સાબિત થઈ છે.લકઝમબર્ગમાં ઓળખાયેલા આ પેટા  વેરિઅન્ટ પિરોલા વેરિઅન્ટ બી.એ.2.86નો વંશ જ  છે. તે પોતે ઓમિક્રોન સબ વેરિઅન્ટમાંથી ઉદભવે છે. તે સ્પાઈક પ્રોટીનમાં પરિવર્તનો વહન કર છે, જે ચેપને અને રોગ પ્રતિકારક  પ્રતિક્રિયાઓને ટાળવાની   ક્ષમતામાં વધારો કરે છે. આપણે  આ નવા વેરિઅન્ટથી ગભરાવાની કોઈ જરૂર નથી, શિયાળાની ઈફેકટથી કેસ અને ચેપ વધ્યાનો  નિષ્ણાંતોનો દાવો છે.  આરોગ્ય વિભાગે પણ તમામ  જિલ્લામાં ટેસ્ટિંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવાની  સુચના આપી છે.મહામારી ફરી   ઉથલો  મારે તેવી આશંકા હોવાથી, આ વખતે પ્રારંભથી જ યુધ્ધનાં   ધોરણે આગોતરી કામગીરીનો પ્રારંભ કરેલ છે.  વિદેશથી આવનારની પણ હિસ્ટ્રીચેક કરવાનું શરૂ  કરેલ છે.

Read National News : Click Here

એકડેટામુજબ  56 દેશોમાં કોવિડ 19ના કુલ  15,416 પોઝિટવ કેસમાંથી  43 ટકા (6682) સેમ્પલ બી.એ.2.86 કે જેએન.1 સહિત તેના પેટા પ્રકારો માટે પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં  વિશ્ર્વના 35થી વધુ દેશોએ ૠશતફશઉ ને આ વેરિઅન્ટની હાજરીની જાણ કરી છે. આ દેશો પૈકી સ્પેન, સિંગાપૂર, બ્રાઝિલ, બેલ્જિયમ, નેધરલેન્ડ અને  મલેશિયા જેવા છ દેશોમાં 50 ટકાથી વધુ નમુનામાં આ પ્રકારો જોવા મળ્યો છે.  સાર્સ કોવી-2 વાયરસ જે  કોવિડ 19નું કારણ બને છે,  2019ના અંતમાં  તેની શોધ થઈ ત્યારથી તેની પરિવર્તનની લગભગ સતત શ્રેણી જોવા મળી  હતી, જેમાં કેટલાક નવા પ્રકારો,જેમકે ડેલ્ટા વેરિએન્ટ જે ભારતમા ફરતા હતા.હાલ વિશ્ર્વભરમાં કોવિડ 19, ફલૂ, રાઈનો વાયરસ,  માઈકોપ્લાઝમાં, ન્યુમોનિયા અને અન્ય સંખ્યાબંધ પેથો જેન્સને કારણે વિશ્ર્વભરમાં શ્ર્વસન  સંબંધીત રોગો વધી રહ્યા છે. સાર્સ કોવ-2 સતત વિકસિત થઈ રહ્યું છે. જેએન1 બીએ.2.86નું સબ વેઇન્ટ પહેલેથી જ   વીઓઆઈ છે કોઈપણ પેટા વાયરસને યોગ્ય રીતે સમજવા માટે વધુ સંશોધનની જરૂર પડે છે. પ્રારંભીક તારણો દર્શાવે છે કે તે  કોવિડના અગાઉના ફેરફારો  કરતાં વધુ ગંભીર ન હોય, પણ સતર્કતા જરૂરી છે.

નિષ્ણાંતોનું માનવું છેકે ભારતના મોટાભાગના લોકોને  ઓછામાં ઓછા બે કે ત્રણ વખત ચેપ લાગ્યો છે. અને  95 ટકાથી વધુ લોકોએ  રસી ના ઓછામાં ઓછા બે ડોઝ લઈ લીધા છે, તેથી ગંભીર રોગની સંભાવના ઓછી છે.  જોકે સાવચેતી રાખવી જરૂરી છે. જે વૃધ્ધો અને રોગગ્રસ્ત છે.તેમના માટે સાવચેતીમાં  વારંવાર હાથ ધોવા અ ને તહેવારોની મોસમ દરમ્યાન  ભીડવાળા વિસ્તારોમાં   જવાનું ટાળવું જોબહાર જવું જ પડે તો માસ્ક પહેરવું જરૂરી છે. જે કોઈપણ શ્ર્વસન ચેપથી બચાવશે. હાલની કોવિડ 19ની સારવાર જ આ નવા ચેપ માટે  અસરકારક હોવાની અપેક્ષા છે.  આરટીપીસીઆર પરિક્ષણો નવા સબ-વેરિઅન્ટને શોધવાની સૌથી વિશ્ર્વસનીય પધ્ધતિ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here