એક વર્ષમાં 25 હજારથી વધુ પ્રશ્ર્નો ઉકેલતા ધારાસભ્ય રમેશ ટીલાળા

એક વર્ષમાં 25 હજારથી વધુ પ્રશ્ર્નો ઉકેલતા ધારાસભ્ય રમેશ ટીલાળા
એક વર્ષમાં 25 હજારથી વધુ પ્રશ્ર્નો ઉકેલતા ધારાસભ્ય રમેશ ટીલાળા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં તથા અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારો કાર્યરત છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણીમાં 156 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવી રાજ્યની જનતાએ એક ઈતિહાસ બનાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ઇતિહાસના આપણી સાક્ષી બન્યા છે ત્યારે રાજકોટ વિધાનસભા-70 ની બેઠક પર ભાજપના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા 78 હજારથી વધુ મતની લીડ સાથે આ વિધાનસભામાં પણ ન ભૂતો ન ભવિષ્યની જીત સર્જી છે ત્યારે ધારાસભ્ય તરીકે 1 વર્ષ પૂર્ણ થયુ છે તેનો અહેવાલ રજૂ કરતા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે ભાજપ હંમેશા લોકોની વચ્ચે રહી કામ કરનારી પાર્ટી છે અને પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા લોકોની વચ્ચે રહી તેના પ્રશ્ર્નોને વાચા મળે તે માટે સતત કાર્યરત હોય છે તેના પરિણામ રૂપે વિધાનસભા-70 માં ભવ્ય જીતથી ધારાસભ્ય બનવાનો અને લોક પ્રશ્ર્નોને વાચા આપવાનો એક અવસર મળ્યો છે ત્યારે ધારાસભ્ય પદ એ મારા મતે એક મંત્ર છે કે ધારાસભ્ય પદ સતા કે સાધન નહી પણ સેવાનું માધ્યમ છે.

ધારાસભ્યએ જણાવ્યું હતું કે ખાસ કરી સામાજિક સમરસ્તાનું સ્થાપન થાય એ મંત્ર સાથે છેવાડાના માનવીને પ્રાથર્ગિક સુવિધા પ્રાપ્ત થાય અને આ વિધાનસભામાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શોષીતો, પીડિતો અને દરેક વર્ગને સમાન ન્યાય મળે તેવા ઉદ્દેશથ ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટનો પુરતા પ્રમાણમાં ઉપયોગ થાય તે માટે ખાસ કરી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રને વધુ પ્રાધાન્ય મળે તેને ધ્યાનમાં લઈ એક વર્ષમાં અનેકવિધ વિકાસ કાર્યોની વણજાર સર્જી છે. અને ચુંટણીમાં આપેલા વચનોને પરિપૂર્ણ કરવા અને તેનો હિસાબ મતદારો સમક્ષ આપવાના ધ્યેય સાથે ધારાસભ્ય તરીકે મળેલ ગ્રાન્ટનો હિસાબ આપવાનો મતદારો અને લોકો સમક્ષ પ્રયાસ કરી રહ્યો છું. તેમાં ખાસ કરી ગુંદાવાડી ખાતે આવેલ પદ્મકુંવરબા હોસ્પિટલના જુના જર્જરીત થયેલ મકાનને અંદાજે 20 કરોડના ખર્ચે નવી અદ્યતન બિલ્ડીંગ બને તે માટે આરોગ્ય મંત્રીને સફળ રજૂઆત કરી અને આ બિલ્ડીંગ લોકસેવામાં અર્પણ કરવામાં આવેલ છે.

તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે નવો પીએમ રૂમ તેમજ કોલ્ડ સ્ટોરેજ રૂમ ના નિર્માણ માટે આરોગ્ય મંત્રી ને રજૂઆત કરી મંજૂર કરાવેલ ને છે. તેમજ વિધાનસભા વિસ્તારમાં 2 આન્યાધુનિક આરોગ્ય કેન્દ્ર તેમજ 3 જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો પ્રારંભ કરાવેલ હતો. સિવિલ હોસ્પિટલમાં નિર્માણ પામેલ અતિ આધુનિક લેબ પણ તત્વરે શરૂ કરવામાં આવેલ છે. વિદેશમાં જતા લોકોને મેડિકલ ચેપ સર્ટીફિકેટ માટે અમદાવાદ જવું પડતું હતું,તેના બદલે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે અઈંઈંખજ ખાતે આ સુવિધા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને પણ રજૂઆત કરી આ સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત થેલેસેમીયાના દર્દીઓ માટે ડેસ્ફુરાલ ઇન્જેકશનો મળી રહે તે માટે એક સંવેદનશીલ કાર્ય કરવાનો મને એક અવસર મળ્યો. વિસ્તારના લોકોને આરોગ્યની  સારવાર જેવી કે ફેફસા ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, હદય ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર, થેલેસેમીયા મેજર જેવા ગંભીર રોગની સારવાર માટે જરૂરિયાતમંદ દર્દીઓ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એક વર્ષમાં 2.32 કરોડની રકમ ફાળવવામાં હું સફળ છું તેનો મને વિશેષ આનંદ છે.

વિધાનસભા-70 માં ટ્રાફિક સમસ્યાના પ્રશ્ર્નોના કાયમી નિરાકરણ માટે અંડર-ઓવર બ્રિજ બનાવી નવા રીંગ રોડને ચારમાર્ગીય કરવા અને ગોંડલ ચોકડીએ વાહન પાર્કિંગની સર્જાતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ખાનગી બસોનું પીકઅપ સ્ટેન્ડ અને પાર્કિંગની સુવિધા તેમજ વિધાનસભા- 70 માં સમાવિષ્ટ વિસ્તારોના રોડ- રસ્તાઓ માટે પોતાની ગ્રાન્ટની રકમની વધુ ને વધુ કાળવણી કરવામાં આવેલ છે. વિશેષ જણાવ્યું હતુ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું ઉદ્યોગ ક્ષેત્રે સૌરાષ્ટ્રનું હબ છે ત્યારે રાજકોટ ની વિવિધ જી.આઇ.ડી.સી. અને શાપર, લોઠડા, પડવલા, પીપલાણા તેમજ ભુણાવા જેવા ઔદ્યોગીક વિસ્તારનો વિકાસ થાય તે માટે જી.આઇ.ડી.સી. માં પ્લોટ ટ્રાન્સફર, બાઉન્ડ્રી માર્જીન, કોમન પ્લોટ ની જગ્યા છોડવી જેવા પ્રશ્નો નું નિરાકરણ તેમજ ભુણાવા ખાતે 20 એકર ખાલી જગ્યામાં 200 કરોડના ખર્ચે નવું ટેકનોલોજી સેન્ટર મંજૂર કરવામાં આવ્યું, તેમજ લોઠડા, પડવલા, પીપલાણા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 66કેવી નું સબ સ્ટેશન તેમજ ફોલ્ટ સ્ટેશનઉભું કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હાલ આ પ્રોજેક્ટ પ્રગતિમાં છે.

Read National News : Click Here

દર્દીની ગંભીર બીમારી માટે ખર્ચને પહોંચી વળવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયુષ્યમાન કાર્ડ જરૂરિયાતમંદ લોકોને લાભ મળે તે માટે છાસવારે વિધાનસભા-70 માં આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમાંથી 1230 આયુષ્યમાન થકી 123 કરોડની સહાયતા આપવામાં આવેલ છે. તેમજ વિધાનસભા-70 ના સામાન્ય પરિવારજનોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા હેઠળ દ્વારા 1 વર્ષમાં 505 વ્યક્તિઓના પ્રીમિયમ ભરેલ છે, તે દ્વારા લાભાર્થીને 10 કરોડ અને 10 લાખ સુધીની વિમાની ઉપલબ્ધી મળશે.

સંવેદનશીલ ધારાસભ્ય તરીકે રમેશભાઈ ટીલાળા એ વિસ્તારના રહીશોને સુક્ધયા સમૃદ્ધિનો લાભ મળે તે માટે 45 પોસ્ટ ઓફિસ બચત ખાતા, 67 સુક્ધયા સમૃધ્ધિ યોજનાનો લાભ આપવામાં અગ્રેસર રહ્યા હતા, જેમાં લોકોને નવા આધારકાર્ડ, આધારકાર્ડમાં સુધારા વધારા, આવકના દાખલા સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ર્નને વાંચા આપવામાં અગ્રેસર રહ્યા છે ત્યારે 1 વર્ષમાં 25 હજારથી વધુ જેટલા પ્રશ્ર્નોનોનું નિરાકરણ કરવાનું એક અનેરો અવસર પ્રાપ્ત થયો છે. વિધાનસભા 70 ના લોકોને પ્રાથમિક સુવિધાઓ માળખાકીય સુવિધાઓ અને આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તે દિશામાં હમેશા એક જાગૃત ધારાસભ્ય તરીકે રહ્યા છે, વિસ્તારના બ્યુટીશનની કામગીરી હોઈ કે નવા બગીચાનું નિર્માણ કરવું, લોકોો આરોગ્યકેન્દ્ર મળે, નવા પોલીસ સ્ટેશન મળે, પુસ્તકાલયોનું નિર્માણ થાઈ તે માટે હમેશા કટિબદ્ધ રહ્યા છેરમેશભાઇ ટીલાળા એ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વિધાનસભા 70 માં વધુ ને વધુ વિકાસકાર્ય કરવાની પ્રેરણા મળે, લોકોનો સાથ અને સહકાર મળતો રહે અને ભારત દેશ વિશ્ર્વમાં ટોચના સ્થાને પહોંચે એ જ સંકલ્પ. અને ભાવના સાથે હું હંમેશા પ્રજાની વચ્ચે રહી રાજ્યના વિકાસ માટે અને પ્રજાની સુખાકારી માટે હંમેશા કાર્ય કરીશ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here