આર.ટી.ઓની ફેસલેસ સુવિધા:62 હજારથી વધુ લોકોએ ઘેર બેઠા લીધો લાભ

આર.ટી.ઓની ફેસલેસ સુવિધા:62 હજારથી વધુ લોકોએ ઘેર બેઠા લીધો લાભ
આર.ટી.ઓની ફેસલેસ સુવિધા:62 હજારથી વધુ લોકોએ ઘેર બેઠા લીધો લાભ
પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના “ડિજિટલ ઇન્ડિયા” મિશનની સફળતાનો લાભ આમ જનતાને ઘર બેઠા વિવિધ સેવાઓ થકી મળી રહ્યો છે, જે “વિકસિત ભારત”ની સંકલ્પનાને સાકાર કરી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

“ડિજિટલ ઇન્ડિયા” અન્વયે વિવિધ કચેરીની પ્રજાલક્ષી કામગીરી ઓનલાઇન થતા જે, તે વિભાગને લગતી સુવિધા વ્યક્તિ કોઈપણ સ્થળેથી કચેરી રૂબરૂ ગયા વગર મેળવી રહ્યો છે. જેમાં મોટા ભાગના લોકોને સ્પર્શતી એવી આર.ટી.ઓ. (રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) ની સેવા પણ બાકાત નથી. આર.ટી.ઓ.ની મુખ્યત્વે લાઇસન્સ અને વાહન સંબંધી  સંબંધી સેવાઓમાં અનેક કામગીરી ફેસલેસ થઈ જતા નાગરિકોને ઘર બેઠા આંગળીના ટેરવે વિવિધ સેવાઓ મળી રહી છે.

આ અંગે માહિતી આપતા આર.ટી. અધિકારી  કેતન ખપેડે જણાવ્યું હતું કે, વર્ષ 2023 માં રાજકોટ આર.ટી.ઓ.ની આ ફેસલેસ કામગીરી થકી 62,837 જેટલી જુદી જુદી કામગીરીનો લાભ ઓનલાઇન ઘરે બેઠા લોકોએ લીધો છે. જેમાં  લાઇસન્સને લગતી કુલ 35,153  તેમજ વાહનને લગતી 27684 જેટલી અરજીઓનો નિકાલ કરવામા આવ્યો છે.

ખપેડે જણાવ્યું હતું કે, લાઇસન્સમાં રીન્યુઅલ, ડુપ્લીકેટ તેમજ લાઇસન્સની વિગતો ફેરફાર સંબંધી સૌથી વધુ અરજીઓ આવતી હોય છે. જયારે વાહનોમાં મુખ્યત્વે વાહનોમાં નામ ટ્રાન્સફર, લોન, આર.સી. બુક, એન.ઓ.સી.,વિવિધ પરમીટ સંબંધી સેવાઓનો લાભ અરજદારો ઘર બેઠા મેળવે છે. મોટા ભાગે આધાર કાર્ડ અને જરૂરી કાગળો ઓનલાઇન સબમિટ કરી અપાતા આ સેવાઓ માટે અરજદારે કચેરી સુધી ધક્કો ખાવો પડતો નથી.

Read National News : Click Here

અરજદારે રૂબરૂ આવવું જરૂરી નથી તેવી હાલ હાલ 70 ટકા જેટલી કામગીરી ફેસલેસ કરી આપવામાં આવે છે.આર.ટી.ઓ.ની મહત્તમ સેવાઓ ફેસલેસ થઈ જતા અને આ પ્રકારની સેવામાં લોકોનો સમય, શક્તિ અને નાણાં વ્યય થતો અટક્યો છે. કચેરીઓમાં પણ પહેલા જે રીતે લોકોનો માહોલ બનતો હતો તેના કારણે કામગીરી ધીમી થતી, હાલ કચેરીમાં ફેસલેસ સેવાના કારણે જૂજ સંખ્યામાં લોકો કચેરીએ આવતા હોઈ કામગીરી પણ સરળ બની હોવાનું શ્રી ખપેડે જણાવ્યું હતું.

લાઇસન્સ રીન્યુઅલ, ડુપ્લીકેટ લાયસન્સ, નામ ચેન્જ, એડ્રેસ ચેન્જ, એન્ડોરસમેન્ટ લર્નિંગ લાઇસન્સ, રીન્યુઅલ લર્નિંગ લાઇસન્સ, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ, ડી એલ એક્સટ્રેક્ટ, રિપ્લેસમેન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ, ચેન્જ ઓફ ફોટો એન્ડ સિગ્નેચર, સરેન્ડર ક્લાસ ઓફ વ્હિકલ, એડ હઝાર્ડ્સ ક્લાસ ઓફ વ્હિકલ, લગતી સેવાઓ બની સરળ – વાહનમાં નામ ટ્રાન્સફર, વાહનમાં લોન કેન્સલ, વાહનમાં લોનનો ઉમેરો, વાહનની ડુપ્લીકેટ આર. સી. બુક, ચેન્જ ઓફ એડ્રેસ, બીજા રાજ્યો માટેની એન.ઓ. સી, ફ્રેશ પરમિટ, રિન્યુઅલ પરમિટ, ડુપ્લીકેટ પરમિટ, પરમિટ જમા કરાવવી, સ્પેશ્યલ પરમિટ, ટેમ્પરેરી પરમિટ, રીન્યુઅલ પરમિટ ઑથોરાઈઝેસન, વાહનની લોન કંટીન્યૂ વગેરે સેવાઓનો ફેસલેસ સેવાઓમાં સમાવેશ થાય છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here