એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની મુશ્કેલી વધી છે. EDએ રકુલ પ્રીત સિંહને સમન્સ પાઠવ્યું છે અને 19 ડિસેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવી છે. આ પહેલાં રકુલ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ED સમક્ષ હાજર થઈ હતી. આ કેસમાં ઘણાં તેલુગુ સેલેબ્સની પૂછપરછ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ 2 જુલાઈ, 2017માં થયો હતો. તે સમયે કસ્ટમના અધિકારીઓએ સંગીતકાર કેલ્વિન મસ્કારેનહાસ તથા અન્ય બેની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 30 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેમણે તપાસ એજન્સીને કહ્યું હતું કે તે ફિલ્મી હસ્તીઓ, સોફ્ટવેર એન્જિનિયર અને ત્યાં સુધી કે કેટલીક કોર્પોરેટ સ્કૂલના વિદ્યાર્થીઓને ડ્રગ્સ સપ્લાય કરે છે. ટોલિવૂડના કેટલીક જાણીતી હસ્તીઓના મોબાઇલ નંબર તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં હતાં.
Read About Weather here
ટોલિવૂડ ડ્રગ્સ કેસમાં એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ, ચાર્મી કૌર, રવિ તેજા-રાણા દગ્ગુબાતી સહિત 10 કલાકારોને પૂછપરછ માટે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ સમન્સ પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રકુલ પ્રીત સિંહની સુશાંત મોત કેસમાં ડ્રગ્સ એંગલમાં તપાસ કરતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે પણ પૂછપરછ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here