પિતા સૈફઅલી ખાન સાથે ખેતી કરતો જોવા મળ્યો તૈમુર, ફોટો વાયરલ

બોલીવુડના મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ તૈમુર અલી ખાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા સામાન્ય વાત છે. પરંતુ આ વખતે તેમની જે તસવીરો સામે આવી છે તે ખૂબ ચોંકાવનારી છે. જોકે આ તસવીરોમાં તેમનો અંદાજ ખૂબ અલગ જોવા મળી રહૃાો છે. તાજા વાયરલ થયેલી તસવીરોમાં તૈમૂર પોતાના પિતા સૈફ અલી ખાન સાથે ખેતરમાં કામ કરતો જોવા મળી રહૃાો છે.

તસવીરોમાં તૈમૂર અખી ખાન અને સૈફ અલી ખાન ખેતરમાં કામ કરી રહૃાા છે. અહીં સ્પષ્ટ જોવા મળી રહૃાું છે કે તૈમૂર પિતા સાથે આ કામને ખૂબ એંજોય કરી રહૃાો છે. આ તસવીરો જોઇને લોકો કોમેન્ટ બોક્સમાં જોરદાર સૈફ અને કરીનાના ઉછેરના અંદાજની પ્રશંસા કરી રહૃાા છે. થોડા કલાકોમાં આ તસવીરો હજારો લાઇવ મેળવી ચૂકી છે. તમને જણાવી દઇએ કે સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરમાં જલદી જ એક નાનો મહેમાન આવશે. સમાચારો અનુસાર ફેબ્રુઆરીમાં તૈમૂર મોટો ભાઇ બની જશે. કરીના અવાર નવાર બેબી બંપ સાથે તસવીરો પણ શેર કરતી રહે છે.