એક્ટ્રેસ કંગનાને સ્ટૂડિયોની બહાર માસ્ક વગર જોતા યુઝર્સે કહ્યું…

કંગના-માસ્ક
કંગના-માસ્ક

વીડિયોમાં કંગના કારમાંથી માસ્ક વગર બહાર આવતી જોવા મળી હતી

Subscribe Saurashtra Kranti here

એક્ટ્રેસ કંગના રનૌત ’થલાઈવી’ રિલીઝની રાહ જોઈ રહી છે. હાલમાં જ એક્ટ્રેસ મુંબઈના ડબિંગ સ્ટૂડિયોની બહાર જોવા મળી હતી. આ ક્ષણનો વીડિયો સો.મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં કંગના કારમાંથી માસ્ક વગર બહાર આવતી જોવા મળી હતી અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. જોકે, આ વીડિયો પર યુઝર્સે અનેક સલાહો આપી છે.

સો.મીડિયા યુઝરે વીડિયો પર કમેન્ટ કરતાં કહૃાું, ’શું મગજની સાથે તેણે પોતાનો માસ્ક પણ ખોઈ નાખ્યો છે.’ અન્ય એક યુઝરે કમેન્ટ કરી, ’માસ્ક ના પહેર્યો તો તેને દંડ કરો. શું તે બીજા નાગરિક કરતાં અલગ છે.’ અન્ય એકે કહૃાું, ’માસ્ક ક્યા છે જ્ઞાનની દેવી. બીજાને માત્ર સલાહ જ આપવાની.’ અન્ય યુઝરે કહૃાું, ’લાગે છે કે ભાજપે ગેરકાયદેસર રીતે વેક્સિન આપી દીધી લાગે છે. તેને Y+ સિક્યોરિટી આપી રાખી છે, કારણ કે કોઈ આટલું બેજવાબદાર કેવી રીતે હોઈ શકે કે મીડિયાની સામે પણ માસ્ક ના પહેરે.’

કોરોના વાઈરસના વધતા કેસને કારણે મહારાષ્ટ્ર સરકારે ૩૦ એપ્રિલ સુધી વીકેન્ડ લૉકાઉડન તથા વીકડેઝમાં નાઈટ કર્યૂ (રાતના ૮થી સવારના ૭ સુધી)ની જાહેરાત કરી હતી. આ મિની લૉકડાઉનને કારણે પ્રાઈવેટ ઓફિસ તથા સલૂન સહિત થિયેટર પણ બંધ રહેશે. આ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મ એક્ઝિબિટર્સની સાથે મીટિંગ કરી હતી. થિયેટર બંધ કરવા પર કંગનાએ ઠાકરેને આડેહાથ લીધા હતા.

Read About Weather here

કંગનાએ કહૃાું હતું, ’આ મીટિંગ પછી તેમણે થિયેટર મહિના માટે બંધ કરી દીધા. ધિક્કાર છે. વાઈરસના ટ્રાન્સમિશનને રોકવા માટે દૃુનિયાના સૌથી સારા મુખ્યમંત્રી અઠવાડિયા માટે પૂરી રીતે લૉકડાઉન કેમ જાહેર નથી કરતાં? આ આંશિક લૉકડાઉન વાઈરસને નહીં, પરંતુ બિઝનેસને રોકી રહૃાું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here