અભિનેત્રી અનુપ્રિયા ગોયનકાનો ખુલાસો
કેટલીય ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અનુપ્રિયા ગોયનકા આ બૉબી દેઓલ સ્ટારર વેબ સીરીઝ આશ્રમને લઇને ચર્ચામાં છે. ફિલ્મ મેકર પ્રકાશ ઝાની આ વેબ સીરીઝમાં તેની કલાકારીની ખુબ પ્રસંશા કરવામાં આવી રહી છે. તેમને ખુલાસો કર્યો કે તેનો એક બાબા સાથે ખરાબ અનુભવ રહૃાો છે, તેની છાપ તેના મગજમાં લાંબા સમય સુધી રહી હતી. અનુપ્રિયા ગોયનકાએ એક ઇન્ટરવ્યૂમાં કહૃાું- મારા પિતા ખુબ આધ્યાત્મિક હતા, આધ્યાત્મિકતાની પરિભાષા અલગ અલગ હતી, આધ્યાત્મની મારી પરિભાષા એ છે કે જ્યારે તમે બ્રહ્માંડમાં વિશ્ર્વાસ કરો છો, તો આપણા ઉપર કેટલીક બહારની શક્તિના અસ્તિત્વમાં વિશ્ર્વાસ કરવો,
સારા વિચારો પર વિશ્ર્વાસ કરવો અને વિશ્ર્વાસ કરવો તે એક મોટી તાકાત છે, ઉર્જા કદાચ. મને વિશ્ર્વાસ છે કે ત્યાં ભગવાન છે કેમકે મને સારુ લાગે છે. અનુપ્રિયા ગોયનકાએ આગળ કહૃાું- ઇશ્ર્વર છે પરંતુ મારા માટે આધ્યાત્મનો અર્થ છે કે જીવનમાં કેટલાક સાર્થક કામ કરવામાં સક્ષમ છું. પરંતુ મારા પિતા માટે આધ્યાત્મ, હંમેશા એ બાબાને શોધવા વિશે અને જીવનમાં દરેક બીજા કામને છોડીને પોતાની જાતને તે આસ્થા માટે સમર્પિત કરી રહૃાાં છે. આ વાસ્તવમાં એક પરિવાર તરીકે બહુ નુકશાન પહોંચાડે છે. આને તેને એક પિતા તરીકે, એક પતિ તરીકે પોતાની જવાબદારીથી દુર કરી દીધા.
અનુપ્રિયા ગોયનકાએ આગળ કહૃાું- મારી પાસે એક આધ્યાત્મિક નેતાની સાથે એક અનુભવ હતો, જેને મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી અને એવુ પણ થઇ જાતુ કેમકે હુ ઉંમરમાં બહુ નાની હતી, તે કોઇ એવો વ્યક્તિ હતો જેના પર મને વિશ્ર્વાસ થવા લાગ્યો હતો, તે વ્યવહારિક અને યોગ્ય લાગી રહૃાું હતુ. મારા આખા પરિવારે તેના પર ભરોસો કર્યો અને તેને ૧૭ કે ૧૮ વર્ષની ઉંમરમાં મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી અને મને લાંબા સમય સુધી ડરાવી. પરંતુ મે તેને ફાયદો ઉઠાવવા ના દીધો અને ત્યાંથી ભાગી નીકળી હતી.