હિના ખાનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ આવ્યો…

22
Hina khan covid-19 test-હિના
Hina khan covid-19 test-હિના

Subscribe Saurashtra Kranti here

હિના ખાને કહૃાું, ’મેં તરત જ પોતાને આઈસોલેટ કરી દીધી હતી

હિના ખાને હાલમાં ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાના ફેશન શોમાં હાજરી આપી હતી, જેના શો સ્ટોપર્સ કાર્તિક આર્યન અને કિયારા અડવાણી હતા. દૃુર્ભાગ્ય રીતે, ઈવેન્ટના તરત બાદ કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે હિના ખાનના ચાહકોને ચિંતા થવા લાગી હતી, કારણ કે ત્રણેય એક જ સ્થળે ઉપસ્થિત હતા. જો કે, હિના ખાને ફેન્સને કહૃાું, તેનો કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

કાર્તિક આર્યનને કોરોના થયા બાદ, હીના ખાને કહૃાું, ’મેં તરત જ પોતાને આઈસોલેટ કરી દીધી હતી. બાદમાં મેં રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. હું તમને જણાવવા માગુ છું કે હું ઠીક છું પરંતુ હું હજુ પણ થોડા દિવસ આઈસોલેશનમાં રહીશ. કારણ કે કેટલીક વખત વાયરસ સમય લે છે. પરંતુ અત્યારે મને સારું લાગી રહૃાું છે. મને થયું આ વાત તમને જણાવી દઉ કારણ કે તમને લોકોને ખૂબ ચિંતા થઈ રહી હતી’.

હિના ખાને કહૃાું, મુંબઈમાં સ્થિતિ ખરાબ છે અને આપણે માત્ર સાવચેતી રાખી શકીએ છીએ. એક્ટ્રેસે કહૃાું, તેણે તેના માતા-પિતાને પણ ચેતવણી આપી છે અને બહાર ન નીકળવા માટે કહૃાું છે. આ સિવાય તેણે પ્રેમ અને સપોર્ટ આપવા માટે ફેન્સનો પણ આભાર માન્યો.

Read About Weather here

એક્ટ્રેસે ફેન્સ સાથે વધારે સેશન રાખવાનું વચન આપ્યું અને ખુલાસો કર્યો, તે ટૂંક જ સમયમાં તેના કામને લઈને ગુડ ન્યૂઝ આપવાની છે. તેણે તેના ફેન્સને સુરક્ષિત રહેવાની અને દરેક પ્રકારના સાવચેતીના પગલા લેવાની સલાહ આપી.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here