ભારતીય બોલર મોહમ્મદૃ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને કોઇને કોઇ તસવીર કે વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક નવો ગ્લેમરસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કર્યા બાદૃ એક વખત ફરી તે લોકોના નિશાના પર આવી ગઇ છે અને લોકોએ તેને આડે હાથે લીધી છે વીડિયો પર લોકો કોમેન્ટ કરી રહૃાા છે કે તે જ શમીની લાઇફ ખરાબ કરી છે. હસીન જહાંએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્લેમરસ વીડિયો શેર કરતા લખ્યું કે ઓલરાઇટ અને પ્રિન્સેસ વાળી ઇમોજી શેર કરી છે.
આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહૃાું છે. આ વીડિયો શેર કર્યા બાદ ઘણા ફેન્સ તેના વિરુદ્ધમાં કોમેન્ટ કરી રહૃાા છે. એક યૂઝરે લખ્યું શમી પર ખોટા આરોપ લગાવે છે અને પોતાની હરકત એવી છે. એક અન્ય યૂઝરે લખ્યું કે જો તું શમી જોડે બરાબર રહી હોત તો આજે તેની સાથે દૃુબઇમાં હોત પરંતુ શુ કરીએ જ્યારે કાળા પર પથ્થર પડી જાય તો આી રીતે ટાઇમ પાસ કરો. તો અન્ય યૂઝરે લખ્યું કે તે જ શમીની લાઇફ ખરાબ કરી છે.
તો એકે લખ્યું કે ડિપ્રેશનમાં આવું જ થાય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં શમી અને હસીન જહાંના લગ્ન થયા હતા અને બન્નેને એક દીકરી પણ છે. ચાર વર્ષ સુધી બન્નેનું રિલેશન સારુ રહૃાું પરંતુ વર્ષના અંતમાં બન્નેની વચ્ચે વિવાદ થઇ ગયો જે બાદ બન્ને અલગ થઇ ગયા. આ વિવાદ બાદ હસીન જહાંએ શમી પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા જેમા અન્ય મહિલાઓ સાથે સંબંધ સહિતની વાતો સામેલ હતી. બન્નેએ એકબીજા સાથે છૂટાછેડા લીધા પરંતુ તે બાદ બન્ને એકબીજાથી અલગ રહી રહૃાા છે.