સોનુ સૂદે બેરોજગારી આપવા માટેના પોર્ટલમાં સિંગાપોર બેઝ્ડની કંપનીએ કર્યું ૨૫૦ કરોડનું રોકાણ

98

લૉકડાઉન બાદ દેશભરમાં પ્રવાસી મજૂરોને બસો, ટ્રેનો અને લાઇટોથી પોતાના ઘરો સુધી પહોંચાડવાની જવાબદારી ઉઠાનારા સોનુ સૂદે મજૂરોને રોજગાર અપાવવા માટે એક મોટુ પગલુ ભર્યુ હતુ. એક્ટરે પ્રવાસી રોજગાર નામના એક પોર્ટલની શૂરઆત કરી હતી. જેના માધ્યમથી મજૂરોને યોગ્ય રીતે રોજગાર અપાવવા જરૂરી જાણકારીઓ પ્રૉવાઇડ કરાવવાની સાથે સાથે તેમને રોજગાર અપાવવામાં મદદ કરવામાં આવશે.

એટલુ જ નહીં કેટલાક ખાસ સ્કિલના રોજગાર માટે પ્રવાસી મજૂરોને તેમા પ્રશિક્ષણ પણ આપવામાં આવશે. હવે સોનુ સૂદના આ પ્રવાસી રોજગાર પોર્ટલને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે સોનુ સૂદના રોજગાર માટેના ઓનલાઇન પ્રવાસી રોજગાર પોર્ટલમાં વિદેશી કંપનીઓ મોટા પાયે રોકાણ કર્યુ છે. રિપોર્ટ પ્રમાણે પ્રવાસી રોજગાર પોર્ટલમાં સોનુ સૂદ એક જૉઇન્ટ વેન્ચરમાં કામ કરી રહૃાો છે, આ પોર્ટલમાં સિંગાપોર બેઝ્ડ ટેમાસેક કંપનીએ શરૂઆતી તબક્કામાં ૨૫૦ કરોડ રૂપિયાની રોકાણ કર્યુ છે.

ટેમાસેક કંપની સારા કામદારો અને તેમની સ્કિલને નિખારવા માટે સોનુ સૂદ સાથે કામ કરશે. કંપનીએ શિક્ષણ અને વ્યવસાયિક સ્કિલને પ્રૉવાઇડ કરવા માટે સ્કૂલનેટ કંપની સાથે પાર્ટનરશીપ કરી છે. આ બન્નેની જૉઇન્ટ વેન્ચર આગામી ૨૦૨૧માં લૉન્ચ કરવામાં આવશે. આ પોર્ટલ મારફતે પ્રવાસી મજૂરોને પોતાની સ્કિલ પ્રમાણે કામ માટે પ્લેટફોર્મ આપવામાં મદૃદૃ કરાશે. આ કંપનીનુ હેડક્વાર્ટર સિંગાપોરમાં છે.