સોનાલી ઘણા વર્ષો પછી ટીવી પરદે પાછી ફરી

109
સોનાલી
સોનાલી

ક્રાઇમ પેટ્રોલ અને અનૂપ સાથે સોનાલીનો મજબૂત નાતો છે

અભિનેત્રી અને રાઇટર સોનાલી કુલકર્ણીએ મરાઠી, ગુજરાતી, હિન્દી અને તમિલ એન દરેક પ્રકારની ફિલ્મો કરી છે. ૧૯૯૨થી તે અભિનયની દુનિયામાં કામ કરી રહી છે. સૌથી પહેલા તેણે કન્નડ ફિલ્મ કરી હતી. ૧૯૯૬માં ટીવી શો બદલતે રીશ્તેમાં કામ કર્યુ હતું. એ પછી ૧૯૯૯માં કયા યહી પ્યાર હૈમાં અંજુનો રોલ નિભાવ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

બોલીવૂડના ચાહકો સોનાલીને દિલ ચાહતા હૈની પૂજા તરીકે વધુ ઓળખે છે. પ્યાર તુને કયા કીયા, મિશન કાશ્મીર, દિલ વિલ પ્યાર વ્યાર, સિંઘમ સહિતની ફિલ્મો પણ તેણે કરી છે. હાલમાં તે ફરીથી ટીવી પરદે જોવા મળી રહી છે. સોનીના લોકપ્રિય શો ક્રાઇમ પેટ્રોલ સતર્ક-જસ્ટીસ રિલોડેડ સાથે તે જોડાઇ ચુકી છે. સોનાલીએ કહ્યું હતું હું અનુપ સોનીની મોટી ચાહક છું.

Read About Weather here

અનુપ સાથે મેં એક શો કર્યો હતો તેનું નામ બદલતે રિશ્તે હતું. ક્રાઇમ પેટ્રોલ અને અનૂપ સાથે મારો મજબૂત નાતો છે. તેણે લોકોના દિલમાં પોતાના માટે વિશ્વાસ અને વિનમ્રતા ઉભા કર્યા છે. ક્રાઇમ પેટ્રોલની ટીમ ખુબ જબરદસ્ત છે. લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. હું પણ આ કામ કરીશ.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here