બોલિવૂડ એકટર સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણી ડિસેમ્બરમાં લગ્ન કરવાનાં છે. બંનેએ લગ્નની ડેટ ફાઇનલ કરી દીધી છે. આ વચ્ચે લગ્નને લઈને વધુ એક અપડેટ આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને લગ્નસ્થળ તરીકે ચંદીગઢના ‘ધ ઓબેરોય સુખવિલાસ પેલેસ’ પર પસંદગીનો કળશ ઢોળી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
એન્ટરટેનમેન્ટ વેબસાઇટ ‘પિંકવિલા’ના એક રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થ મલ્હોત્રાનાં અંગત સૂત્રોએ જણાવ્યું હતું કે બંને છેલ્લા એક મહિનાથી લગ્ન માટે જગ્યા શોધી રહ્યાં છે. સિદ્ધાર્થ તથા કિઆરા આ સમયે ચંદીગઢમાં પ્રોપર્ટી શોધી રહ્યાં છે. એમાં ‘ધ ઓબેરોય સુખવિલા રિસોર્ટ’ સૌથી પહેલી પસંદગી બને તેમ છે. હાલમાં સિદ્ધાર્થ તથા કિઆરા લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. બંને લગ્નને સિક્રેટ રાખવા માગે છે. કપલ લગ્નની પૂરી તૈયારી કરી લીધા બાદ જ ઓફિશિયલ જાહેરાત કરશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here