સામંથા રૂથ પ્રભુને માયોસાઇટિસ નામની બીમારી

સામંથા રૂથ પ્રભુને માયોસાઇટિસ નામની બીમારી
સામંથા રૂથ પ્રભુને માયોસાઇટિસ નામની બીમારી
સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ અંગે છેલ્લાં કેટલાંક સમયથી અટકળો થતી હતી કે તે બીમાર છે અને વિદેશમાં સારવાર લઈ રહી છે. હવે સામંથાએ આ વાતનો સ્વીકાર કર્યો છે. તે છેલ્લાં ઘણાં સમયથી બીમાર છે. સામંથાએ હોસ્પિટલમાંથી એક તસવીર શૅર કરી છે. ચાહકોએ સામંથા જલ્દીથી સાજી થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

સામંથાએ શૅર કરેલી તસવીરમાં એક્ટ્રેસ હોસ્પિટલમાં છે અને તેના હાથમાં વીગો નાખેલી છે અને બોટલ ચઢે છે. તેણે હાથથી હાર્ટ શૅપ બનાવેલો છે. સામંથાએ કહ્યું હતું થોડાં મહિના પહેલાં મને જાણ થઈ કે મને માયોસાઇટિસ નામની એક ઓટોઇમ્યૂન કન્ડિશન છે. વધુમાં સામંથાએ કહ્યું હતું, ‘મને લાગ્યું કે આ બીમારી જલ્દીથી ઠીક થઈ જશે અને મને ખાસ તકલીફ પડશે નહીં, પરંતુ મારા ધાર્યા કરતાં બીમારીએ થોડો વધુ સમય લીધો છે. હું ધીમે ધીમે એ વાત અનુભવી રહી છું કે બધાએ હંમેશાં આપણી સ્ટ્રોંગ સાઇડ જોવાની જરૂર નથી. આ વાતનો સ્વીકાર કરવો એ પણ કોઈ સંઘર્ષથી ઓછું નથી.

Read About Weather here

સામંથાએ આગળ જણાવ્યું હતું, ‘ડૉક્ટર્સને વિશ્વાસ છે કે હું પૂરી રીતે સાજી થઈ જઈશ. ફિઝિકલી તથા ઇમોશનલી મારા સારાનરસા દિવસો રહ્યા છે અને ત્યાં સુધી કે જ્યારે એવું લાગે કે હવે હું એક દિવસ પણ સહન કરી શકીશ નહીં ત્યારે પણ ક્ષણ ગમે તે રીતે પસાર થઈ જાય છે. મને લાગે છે કે આનો અર્થ માત્ર એ જ હોઈ શકે કે સાજી થવામાં હવે બહુ વાર નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here