સલમાન ખાન કરશે સાઉથ ફિલ્મમાં એન્ટ્રી???

સલમાન ખાન-સોઉથ-ફિલ્મ
સલમાન ખાન-સોઉથ-ફિલ્મ

સલમાન ખાન સાઉથના અભિનેતા રામ ચરણ સાથે કામ કરે તેવી શક્યતા

Subscribe Saurashtra Kranti here

સાઉથનો દિગ્દર્શક શંકર અને અભિનેતા રામ ચરણ એક ખાસ પ્રોજેક્ટ માટે સાથે કામ કરી રહૃાા છે. આ ફિલ્મ માટે તેમણે સલમાન ખાનનો મહત્વની ભૂમિકા માટે સંપર્ક કર્યો છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કિયારા અડવાણીને સાઇન કરી લેવામાં આવી છે. રૂપેરી પડદે રામચરણ અને કિયારા રોમાન્સ કરતા જોવા મળવાના છે.

ફિલ્મ આરસી-૧૫ સાથે જોડાયેલા રિપોર્ટને સાચો માનીએ તો, રામચરણ અને શંકરે પોતાની ફિલ્મ માટે સલમાન ખાનનો સંકર્પ કર્યો છે. સલમાન ખાન આ ફિલ્મમાં કામ કરવા રાજી થાય છો તે આ ફિલ્મમાં એક મહત્વના રોલમાં જોવા મળશે.રિપોર્ટસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સંકર ઇચ્છે છે કે સલમાન તેની ફિલ્મમાં એક કડક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવે. આ રોલ માટે શંકરની ઇચ્છા છે કે, રામચરણ કરતા પણ ટોચનો કલાકાર હોવો જરૂરી છે. તેથી સલમાન તેને આ પાત્ર માટે તેમને યોગ્ય લાગી રહૃાો છે.

Read About Weather here

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે સોશિયલ મીડિયાના પોર્ટલને જણાવ્યું હતું કે, જો સલમાન આ ફિલ્મ કરશે તો તે એક પોલીસ ઓફિસરના દમદાર રોલમાં જોવા મળશે, શંકરને ખાતરી છે કે, સલમાન જ આ ફિલ્મની વાર્તાને રસપ્રદ રીતે આગળ વધારી શકશે. શંકરને આ ફિલ્મ માટે સલમાનના ૨૫-૩૦ દિવસની તારીખો શુટિંગ માટે જોઇએ છીએ. શંકર અને રામચરણ જલદી જ સલમાન ખાન સાથે મુલાકાત કરવાના છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleફિલ્મ અભિનેત્રીએ ફિનાઇલ પીને કરી આત્મહત્યા કરવાની કોશિશ!
Next articleભાજપ મહિલા નેતાના પતિનું કોરોનાની સારવાર દરમિયાન થયુ મોત…