સલમાન ખાનની પૂર્વ પ્રેમિકાએ તે બંનેના રિલેશન વિશે વાત કરતા જણાવ્યું કે…

સલમાન ખાન-સોમી
સલમાન ખાન-સોમી

સોમીએ કહ્યું- કેટલાક ડિરેક્ટર્સ મારી સાથે ફિઝિકલ રિલેશન રાખવા માગતા હતા

સોમીના મતે, તે સલમાન ખાન પાસેથી કંઈ શીખી નથી

Subscribe Saurashtra Kranti here

સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા તથા બોલિવૂડ એક્ટ્રેસ સોમી અલી સતત નવાં નવાં નિવેદનોને કારણે ચર્ચામાં છે. હવે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો તેનો અનુભવ સામે આવ્યો છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘બોલિવૂડના કેટલાક ડિરેક્ટરે મારી સાથે સેક્સ કરવાનો પ્રયાસ કર્યો હતો. હું એક ખરાબ એબ્યુસિવ રિલેશનમાં હતી. આ ઘણો જ ખરાબ અનુભવ હતો’

ઝૂમ ડિજિટલ સાથેની વાતચીતમાં સોમીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે બોલિવૂડમાં કમબેક કરવા માગે છે તો તેણે ના પાડી હતી. તેણે કહ્યું હતું કે એ સમયે તેનું કોઈ નહોતું અને અત્યારે પણ તેનું કોઈ નથી. તે અહીં પૂરી રીતે મિસફિટ છે. સોમી ‘નો મોર ટીયર્સ’ના નામથી NGO ચલાવે છે. સોમીના મતે, 2007માં તેના વ્યક્તિગત દર્દે આ ઓર્ગેનાઈઝેશનને જન્મ આપ્યો હતો. સંસ્થાની શરૂઆતમાં તેણે ડોમેસ્ટિક વાયોન્સનો ભોગ બનેલા લોકોની મદદ કરી હતી. છેલ્લાં 14 વર્ષમાં સોમીની સંસ્થાએ હજારો મહિલા, પુરુષ તથા બાળકોના ચહેરા પર હાસ્ય લાવવાનું કામ કર્યું છે.

સોમી અલી પાકિસ્તાનની મૂળની અમેરિકન એક્ટ્રેસ છે. 90ના દાયકામાં તેણે બોલિવૂડની ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું. આ સમયે સલમાન તથા સોમી અલી એકબીજાને ડેટ કરતાં હતાં. બંનેના સંબંધો 8 વર્ષ સુધી ચાલ્યા હતા. ઝૂમ ડિજિટિલ સાથેની વાતચીતમાં સોમીએ કહ્યું હતું, ‘હું ભારત બોલિવૂડમાં કામ કરવા માટે નહોતી આવી. જ્યારે મેં મારા પૂર્વ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું તો મારા માટે ત્યાં કંઈ જ બાકી રહ્યું નહોતું.’

સોમીના મતે, તે સલમાન ખાન પાસેથી કંઈ શીખી નથી, પરંતુ તેના પેરન્ટ્સ પાસેથી ઘણી સારી વાતો શીખી છે. એક્ટ્રેસે કહ્યું હતું, ‘સૌથી મોટી વાત એ શીખી કે તેમણે ક્યારેય કોઈનો ધર્મ જોયો નથી. તમામ સાથે એકસરખો વ્યવહાર કર્યો છે. તેમનું ઘર દરેક માટે ખુલ્લું છે. ખાસ કરીને મને સલમા આંટીએ ઘણો જ પ્રેમ કર્યો હતો.’

બોલિવૂડમાં કરિયર બનાવવા નહીં, પરંતુ સલમાન ખાન પરનો ક્રશ સોમીને ભારત સુધી ખેંચી લાવ્યો હતો. 1991-1997ની વચ્ચે તેણે ‘અંત’, ‘કિશન અવતાર’, ‘તીસરા કૌન’, ‘આંદોલન’, ‘અગ્નિચક્ર’ જેવી 10 ફિલ્મ તથા જાહેરાતમાં કામ કર્યું છે.

‘મૈંને પ્યાર કિયા’ જોઈને સોમી એક્ટર સલમાન પર ફિદા થઈ

સોમી જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેણે સલમાનની ‘મૈંને પ્યાર કિયા’ જોઈ હતી અને તેને પ્રેમ કરવા લાગી હતી. સલમાન ખાન સાથે લગ્ન કરવાની ઈચ્છાએ સોમી મુંબઈ આવી. અહીં આવીને તે કામ શોધવા લાગી. આ દરમિયાન એક સ્ટુડિયોમાં સોમીની મુલાકાત સલમાન સાથે થઈ હતી. 8 વર્ષ સુધી સોમી તથા સલમાન રિલેશનશિપમાં રહ્યાં હતાં. બંનેએ ફિલ્મ ‘બુલંદ’માં કામ કર્યું હતું, પરંતુ આજસુધી આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી.

Read About Weather here

એક ઈન્ટરવ્યુમાં સોમીએ કહ્યું હતું કે સલમાન તેનો પહેલો બોયફ્રેન્ડ હતો. જોકે ઐશ્વર્યા રાય વચ્ચે આવી ગઈ અને તેમના સંબંધો તૂટી ગયા. સોમીએ કહ્યું હતું, ‘જ્યારે હું ટીનેજર હતી ત્યારે સલમાન પર ક્રશ થયો હતો. આ ક્રશને કારણે હું ફ્લોરિડાથી ઇન્ડિયા આવી હતી. મેં લગ્ન કરવા માટે માત્ર ને માત્ર ફિલ્મમાં કામ કર્યું.’ 1997માં સલમાનની નિકટતા ‘હમ દિલ દે ચૂક સનમ’ના સેટ પર ઐશ્વર્યા તથા સલમાનની નિકટતાને કારણે સોમી સાથેના સંબંધો તૂટ્યા હતા.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ વચ્ચે લુખ્ખાઓ અંદરોઅંદર બાખડી પડ્યા, 3ની ધરપકડ
Next articleએન્ટીલિયા કેસમાં NIAને મળી મોટી સફળતા