ટીવી શો ‘વાગલે કી દુનિયા’ના કાસ્ટમાં ૩૯ મેમ્બેર્સનો રીપોર્ટ પોસિટીવ
Subscribe Saurashtra Kranti here
‘વાગલે કી દુનિયા’નાં મુખ્ય કલાકાર સુમીત રાઘવન, પરિવા પ્રણતિ, ભારતી આચરેકર અને આ બાળકોનો રોલ અદા કરી રહેલાં બાળ કલાકાર ચિન્મયી સાલ્વી અને શીહાન કપાહી પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે
બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કોરોનાનો કહેર મચી ગયો છે. એક બાદ એક ફિલ્મ ને ટીવી સ્ટાર્સ કોરોનાનાં સંક્રમણમાં આવી રહ્યાં છે. એક તરફ જયાં કોરોના વેકિસન લાગવાની શરૂ થઇ ગઇ છે. ત્યા બીજી તરફ કોરોનાની બીજી વેવ શરૂ થઇ ગઇ છે. જેનો ભોગ હજારો લોકો બની રહ્યાં છે. આ વચ્ચે હવે ખબર છે કે, ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ કાઉન્સિલનાં ટીવી વિંગનાં ચેરમેન જેડી મજેઠિયાનાં શો ‘વાગલે કી દુનિયા’નાં ૩૯ લોકો એક સાથે કોરોના પોઝિટિવ આવ્યા છે.
લેટેસ્ટ રિપોર્ટ મુજબ શોનાં સેટ પર જ કોરોના પ્રોટોકોલનાં ઉલ્લંઘનનો કિસ્સો સામે આવ્યો હતો. હાલમાં શોની શૂટિંગ બંધ છે અને કહેવાય છે કે જો પરિસ્થિતિ નહીં સુધરે તો શો કયારેય બંધ થઇ શકે છે. આ પહેલાં મજેઠિયાનાં જ એક શોનાં ટેકિનશિયનનું કોરોનાને કારણે નિધન થયું છે. મીડિયા તરફથી મળતી માહિતી મુજબ, ‘વાગલે કી દુનિયા’નાં મુખ્ય કલાકાર સુમીત રાદ્યવન, પરિવા પ્રણતિ, ભારતી આચરેકર અને આ બાળકોનો રોલ અદા કરી રહેલાં બાળ કલાકાર ચિન્મયી સાલ્વી અને શીહાન કપાહી પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
સેટ પર કામ કરનારા તમામ ૩૯ લોકો કોરોનાની ચપેટમાં છે. હાલમાં તમામ હોમ કવોરન્ટીન છે. પાંચ દિવસ પહેલાં શોની લિડ એકટ્રેસ ભારતી આચરેકર અને એક બાળ કલાકાર કોરોના સંક્રમિત હતા જે બાદ તમામનો ટેસ્ટ કરવામાં આવ્યો તો માલૂમ થયું કે, સેટ પર કામ કરતાં ૫૦ ટકાથી વધુ લોકો કોરોના સંક્રમિત છે.
Read About Weather here
આ પહેલાં અનુપમાની પણ લિડ સ્ટાર કોરોનાનાં કહેરમાં છે. તો બિગ બોસ ફેઇમ મોનાલિસા તેમજ ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાનેનાં સેટ પર ૧૮ સભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા છે
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here