શું ‘તારક મહેતા…’માં હવે પહેલા જેવી મજા નથી આવતી ?

તારક મહેતા
તારક મહેતા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં હાલમાં જ કેટલાક બદલાવ થયા છે

ટવીટર પર દર્શકો કાઢી રહયા છે હૈયાવરાળ

Subscribe Saurashtra Kranti here

ટીવીના ચર્ચિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાય વર્ષોથી લોકોમાં ફેવરિટ બનેલો છે. આ શો છાશવારે ચર્ચામાં રહે છે. ટીવી શોની ટીઆરપી લિસ્ટમાં પણ અનેકવાર ટોપ ૫માં જગ્યા બનાવી છે. પરંતુ હવે આ શોનો જાદુ જાણે ઓછો થઈ રહ્યો હોય તેવું લાગે છે. શોના દર્શકોએ સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદો સંભળાવવાની શરૂ કરી દીધી છે.

આ શોમાં હાલમાં જ કેટલાક બદલાવ થયા છે જેના કારણે સોશિયલ મીડિયા પર દર્શકો શોને લઈને ફરિયાદ કરતા જોવા મળ્યા. લોકોનું કહેવું છે કે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કવોલિટી પહેલા જેવી નથી રહી. લોકોએ સિરિયલના ડાઈરેકટરને ટેગ કરીને પોતાની ફરિયાદો પોસ્ટ કરી છે. જુઓ કેટલીક ટ્વીટ…

અહીં એક યૂઝરે લખ્યું કે શો કોમેડીના મામલે હવે પોતાના સૌથી નીચેના સ્તર પર પહોંચી ગયો છે. કોઈ સ્ટેટમેન્ટ અને સીન વારંવાર રિપિટ કરવાની આદત જયારે કોઈ નવું ગ્રુપ જોઈન કરે છે…ખુબ જ ખરાબ રીત છે chewing gum બનાવવાની… quit?’…

આ ઉપરાંત એક યૂઝરે લખ્યું છે કે આ શોના પાત્રોની જિંદગી સેમ ટુ સેમ જોઈને બોર થઈ ગયા છીએ. હવે તેમાં કેટલાક ફેરફાર જોવા માંગીએ છીએ. જેમ કે પોપટલાલના લગ્ન કે પછી તારક કે ઐય્યરના બાળકો.

એક ફેને તો એટલે સુધી લખી નાખ્યું કે આ શોનું નામ બદલી નાખવું જોઈએ. કારણ કે હવે તેમા હાસ્ય નથી. જે દિવગંત શ્રી તારક મહેતાજી પોતાની વાર્તાઓમાં વર્ણવતા હતા. સામાજિક જાગૃતતાના નામ પર અમે કોમેડી મિસ કરી રહ્યા છીએ.

Read About Weather here

હવે જોવાનું એ રહેશે કે દર્શકોની આ ફરિયાદોની મેકર્સ પર કેટલી અસર પડશે. શોમાં કેટલાક ફેરફાર થશે કે નહીં. એ તો સમય જ જણાવશે. પરંતુ એ નક્કી છે કે આ સૌ લોકો એટલી હદે પોતાનો માને છે કે તે જરાય બોર ફિલ કરાવે તો પરેશાન થઈ જાય છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here