18 May, 2021
HomeEntertainmentવેબ સિરીઝ ’ધ ફેમિલી મેન-2’ના રિલીઝ અંગેની મોટી જાહેરાત...

વેબ સિરીઝ ’ધ ફેમિલી મેન-2’ના રિલીઝ અંગેની મોટી જાહેરાત…

કેટલાક સિનમાં ફેરફાર કરીને ફરીથી શૂટ કરવામાં આવ્યું હતું. જેથી ’ધ ફેમિલી મેન-2’ને લઈને કોઈપણ પ્રકારનો વિવાદ ન થાય

Subscribe Saurashtra Kranti here

બોલિવૂડ અભિનેતા મનોજ બાયપેયીની વેબ સિરીઝ ’ધ ફેમિલી મેન-2’ને લઈને દર્શકો ખુબ જ ઉત્સાહિત છે. મનોજ બાજપેયી સ્ટારર આ વેબ સિરીઝનો પહેલો ભાગ વર્ષ ૨૦૧૯માં આવ્યો હતો જે દર્શકોને ખુબ જ પસંદ પડ્યો હતો. જેના પછી હવે દર્શકો તેના બીજા ભાગની રાહ જોઈ રહૃાા છે. આ વચ્ચે દર્શકો માટે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે આ વેબ સિરીઝની રિલીઝ ડેટને લઈને સમાચાર મળી રહૃાા છે.

’ધ ફેમિલી મેન-2’ મે મહિનામાં રિલીઝ થશે. સિરીઝના ડાયરેક્ટર રાજ એડ ડીકે પોતાની વેબ સિરીઝને દર્શકો સામે લાવવાની રાહ જોઈ રહૃાા છે. સિરીઝનું શૂટ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં ટીમ તેના એડિટિંગમાં બિજી છે. એવામાં જણાવવામાં આવી રહૃાું છે કે ધ ’ફેમિલી મેન -૨’ મે મહિનામાં રિલીઝ થવા માટે તૈયાર છે. જો કે હજુ સુધી સત્તાવાર તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

આ સિરીઝને લઈને સૈફ અલી ખાનની તાંડવની જેમ કોઈ જ વિવાદ ન થાય તે માટે કેટલાક સિનમાં ફેરફાર કરીને ફરીથી શૂટ કરવામાં આવ્યું હતું. જેથી ’ધ ફેમિલી મેન-૨’ને લઈને કોઈપણ પ્રકારનો વિવાદ ન થાય. ધ ફેમિલી મેન-૨ની સ્ક્રિપ્ટ ઉપર ફરી કામ કર્યા પછી આખરે નિર્માતાઓએ ફાઈનલ પ્રોજેક્ટની સાથે તૈયાર છે અને જલદીથી દર્શકોને સરપ્રાઈઝ આપશે.

Read About Weather here

હાલમાં જ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં મનોજ બાજપેયીને ભોંસલે ફિલ્મ માટે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મનોજ બાજપેયીને આ ત્રીજો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ પહેલા તેને ૨૦૦૦માં રિલીઝ થયેલી ફિલ્મ સત્યામાં બેસ્ટ સપોર્ટિંગ અભિનેતા અને પિંજર માટે સ્પેશ્યલ જ્યૂરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમને પદ્મ શ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!
Enable Notifications    OK No thanks