લાંબા સમય બાદ કેટરીના કૈફ પરત ફરી, પોસ્ટ કરી મંત્રમુગ્ધ કરી દેતી તસવીરો

બોલિવૂડની એક્ટ્રેસ કેટરીના કૈફ હવે એ હસ્તીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે જે કોરોના અને લોકડાઉનના લાંબા ગાળા બાદ કામ પર પરત ફરી છે. કેટરીનાએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી. તેણે કહૃાું હતું કે ઘણા લાંબા સમય બાદ કામ પર પરત ફરી છું અને હું અત્યંત ખુશ છું. કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે કેમેરાની સામે ઉભીને પોઝ આપી રહી છે.

તેની ટીમે પીપીઈ કિટ પહેરેલી છે અને તેના ફેન્સ કેટરીનાને ફરી એક વાર નિહાળીને ખુશ થઈ ગયા છે. તેઓ કેટરીના સમક્ષ પોતાની ભાવનાઓ ઇમોટિકોન્સ મારફતે શેર કરી રહૃાા છે. ઇન્સ્ટગ્રામ પર કેટરીનાના ૪ કરોડથી વધારે ફોલોઅર્સ છે. તે પોતાના ફોલોઅર્સને પોસ્ટ દ્વારા પોતાની એક્ટિવીટી અંગે અપડેટ કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહી છે. કેટરીના હવે તેની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે, રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં તે અક્ષયકુમાર સાથે કામ કરી રહી છે. તેમાં રણવીરિંસહ અને અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં છે.