કામ્યા પાસે એ પછી ઓફર જ નહોતી એવું નથી પરંતુ તે સારા પાત્રોની ઓફર ન મળતાં રાહ જોવાનું યોગ્ય સમજતી હતી. ટીવી પરદાની જાણીતી અભિનેત્રી કામ્યા પંજાબી અનેક હિટ શોમાં જોવા મળી ચુકી છે. છેલ્લે તે શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી શોમાં જોવા મળી હતી. જો કે આ વાતને દસ મહિના વિતી ગયા છે.
Visit Saurashtra Kranti Homepage here
કામ્યા કહે છે શક્તિ…પર પરદો પડયા પછી હું તરત બીજી સિરીયલ સાથે જોડાઇ જાઉ એવું મને યોગ્ય લાગ્યું નહોતું. હું રાહ જોવાનું યોગ્ય સમજી હતી. હવે મને સંજોગ નામની સિરીયલ મળી ચુકી છે. જેમાં મને દુન્યવી માયામાં મગ્ન બનેલી જનેતાનો રોલ મળ્યો છે.
Read About Weather here
આ કારણે રાહ જોવાનું વધુ યોગ્ય હતું. મને એ વાતનું દુઃખ છે કે સિરીયલના નિર્માતા નવોદિતોને લાખોની ફી આપે છે અને અનુભવીને માંડ હજારોમાં ફી મળે છે. જો કે નવા કલાકારોને કામ મળવું જોઇએ તેમ પણ તે કહે છે.કામ્યા કહે છે મારે હવે પૈસા માટે નહિ આત્મસંતોષ માટે કામ કરવું છે. મારા મહેનતાણામાં મોટો કાપ મુકાય તે મને મંજુર નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here