‘રાધે’ ફિલ્મ ઈદ પર.. સલમાન : ‘એક બાર જો મેને કમીટમેન્ટ કરદી ફિર મેં અપને આપ કી ભી ની સુનતા’

રાધે
રાધે

સલમાન ખાનની ‘રાધે’ ઈદ પર થિયેટર્સ અને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

સલમાન ખાને રાધે ફિલ્મ ઈદ પર રિલીઝ કરવાનો વાયદો કર્યો હતો

ઘણાં થિયેટર-સંચાલકોએ ભાઈજાનને પત્ર લખી ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવા વિનંતી કરી હતી

Subscribe Saurashtra Kranti here

દેશભરમાં કોરોનાની કપરી સ્થિતિ હોવા છતાં સલમાન ખાને મોટો નિર્ણય લીધો છે. મોટા ભાગનાં રાજ્યોમાં થિયેટર 50% કેપેસિટી સાથે ખૂલ્યાં છે. બુધવારે સલમાન ખાને જાહેરાત કરી છે કે હાલની સ્થિતિમાં પણ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝ પોસ્ટપોન નહીં થાય. ઈદ પર ભાઈજાન ઈદી(ગિફ્ટ) આપશે. ફિલ્મ 13 મેના રોજ ઈદ પર થિયેટરમાં તો રિલીઝ થશે જ, સાથે એ જ તારીખે ઝીપ્લેક્સ પર પણ રિલીઝ થશે. અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરની‘ખાલીપીલી’ પણ ઝીપ્લેક્સ પર રિલીઝ થઈ હતી. રાધે ફિલ્મમાં પણ આ જ રૂપ અપ્લાય થશે. ફિલ્મનું ટ્રેલર 22 એપ્રિલ એટલે કે આજે રિલીઝ થશે.

Read About Weather here

ઝી સ્ટુડિયોના CBO શારિક પટેલે કહ્યું, કોરોના મહામારીએ આપણને બધાને ઈનોવેટિવ બનવાનો મોકો આપ્યો છે. અમે ઝીપ્લેક્સ પર રિલીઝ કરી રહ્યા છે, સાથે જ ઓવરસીઝ માર્કેટમાં જ્યાં થિયેટર ખૂલ્યાં છે ત્યાં પણ ફિલ્મ રિલીઝ થશે. જો અમે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ નહિ કરીએ તો ફેન્સ ઉદાસ થશે. અમે બધાનું સુરક્ષાનું પણ ધ્યાન રાખવા માગીએ છીએ, આથી અમે ઝીપ્લેક્સ પર પણ રિલીઝ કરી રહ્યા છીએ, જેથી દર્શકો ઘરે બેઠા પણ જોઈ શકે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here