રાજૂ શ્રીવાસ્તવે મિર્ઝાપુર-૨ પર પ્રતિબંધ મુકવાની કરી માગ

53

મિર્ઝાપુર  ૨ વેબ સીરિઝના વિરોધમાં હવે સાંસદ અનુપ્રિયા પટેલ ઉતરી આવી છે. મિર્ઝાપુરના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે કહૃાું કે વેબ સીરિઝ દ્વારા જિલ્લાની છાપ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે. તેણે તપાસ કરીને કાર્યવાહી કરવાની માગ કરી છે. અનુપ્રિયાની આ માંગનું સમર્થન કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવે પણ કર્યું છે.

મિર્ઝાપુરના સાંસદ અનુપ્રિયા પટેલે કહૃાું કે, વડાપ્રધાન નરેદ્ર મોદી અને મુખ્યમંત્રી આદિત્યનાથના નેતૃત્વમાં મિર્ઝાપુર વિકાસ કરી રહૃાુ છે. આ સમરસતાનું કેન્દ્ર છે. મિર્ઝાપુર નામની વેબ સીરિઝ દ્વારા તેને હિંસક વિસ્તાર જણાવીને તેની છાપ ખરાબ કરવામાં આવી રહી છે. આ સીરિઝના માધ્યમ દ્વારા જાતીય દમન ફેલાવવામાં આવી રહૃાું છે. મારી માગ છે કે તેની તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે.

સાંસદ અનુપ્રિયા પટેલના નિવેદનનું સમર્થન કરતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવે કહૃાું કે, આમ તો નિર્માતાઓને આઝાદી છે કે તે પોતાના વિચાર પ્રમાણે ફિલ્મ, વેબ સીરિઝ બનાવે. પરંતુ કોઈ સમુદાય, શહેર, વર્ગ, વિશેષ સ્થાન કે પછી કોઈને નુકસાન તો નથી થઈ રહૃાું તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. હું સરકાર પાસે સેંસરશિપની માગ કરું છું.