બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાની અપકિંમગ ફિલ્મ ‘છલાંગનું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. જો કે, શનિવારે આખરે ફિલ્મ મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યુ છે. રાજકુમાર રાવ અને નુસરત ભરૂચા ઉપરાંત મોહમ્મદ જિશાન અયૂબ પણ ખાસ ભૂમિકા નિભાવી રહૃાા છે.
છલાંગના ટ્રેલરમાં જોઈ શકાય છે કે, રાજકુમાર રાવ અને મોહમ્મદ જીશાન સ્પોર્ટ્સ ટીચરના રોલમાં છે જ્યારે નુસરત ભરૂચ કંમ્પ્યુટર ટીચરનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મ આખી હરિયાણવી પહેરવેશમાં બનાવેલી છે. આ ટ્રેલરમાં જોઈ શકાય છે કે, બંને અભિનેતા કઈ રીતે નુસરતને ઈંપ્રેસ કરવાની કોશિશ કરી રહૃાા છે. બાદમાં બંને વચ્ચે પ્રાઈડની વાત આવે છે અને શરૂ થાય છે બંને વચ્ચેની કોમ્પિટિશન.
રાજકુમાર રાવની આ ફિલ્મને હંસલ મહેતાએ ડાયરેક્ટ કરી છે. આ પહેલા તે શાહિદ, સિટીલાઈટ્સ, અલીગઢ, સિમરન જેવી શાનદાર ફિલ્મનું નિર્માણ કરી ચુક્યા છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, લવ રંજન અને અજય દેવગને પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ આગામી ૧૩ નવેમ્બરે અમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.