રવીના ટંડનનાં નામે બન્યું નકલી ટ્વિટર અકાઉન્ટ, એક્ટ્રેસે દાખલ કરી એફઆઈઆર

45

બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને ટ્વિટર પર તેનાં નામનું નકલી અકાઉન્ટ જોયું જે અંગે તેણે અજ્ઞાત લોકો વિરુદ્ધ મુંબઇ પોલીસનાં સાઇબર સેલમા દાખલ કરાવી છે. આ ફેક ટ્વિટર હેન્ડલથી મુંબઇ પોલીસ અને મુંબઇ પોલીસનાં વડા પરમબીર સિંહને બદનામ કરતી પોસ્ટ શેર કરવામાં આવી છે. સાથે જ પરમબીર સિંહની એવી તસવીર આ અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે. જે મોર્ડ ફોટો છે.

મુંબઇ પોલીસનાં સાઇબર સેલમાં એક્ટ્રેસે અજ્ઞાત લોકો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવી છે. રવીના ટંડનનો આરોપ છે કે, તેમનાં નામથી નકલી ટ્વિટર અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં મુંબઇ પોલીસ વિરુદ્ધ આપત્તી જનક પોસ્ટ શેર કરવામાં આવી છે. આરોપીએ મરાઠી ભાષા અને મરાઠીમાં બોલનારા વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ લખી છે. એક્ટ્રેસે ફરીયાદ પર અજ્ઞાત વિરુદ્ધની વિભિન્ન કલમ હેઠળ દાખલ કરવામાં આવી છે. જોકે, આ ટ્વિટર અકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. ટ્વિટર દ્વારા ટ્વિટર હેન્ડલ બ્લોક કરી દેવામાં આવ્યું છે.