રવિના ટંડને પોતાના જન્મદિવસે કેજીએફ ચેપ્ટર-૨નું પોસ્ટર રિલિઝ કર્યું

39

બોલિવૂડની એક્ટ્રેસ રવીના ટંડન ૨૬મી ઓક્ટોબરે ૪૬ વર્ષની થઈ ગઈ છે. એક સમયે તેની લગભગ દરેક ફિલ્મ હિટ જતી હતી અને ૧૯૯૦ની દાયકામાં તો તે સૌથી લોકપ્રિય હિરોઇન હતી. અક્ષય કુમાર સાથેની તેની કેટલીક ફિલ્મો આજે પણ યાદ રહી ગઈ છે.

પોતાની બર્થ ડે નિમિત્તે રવીનાએ એક સરપ્રાઇસ આપી હતી અને કેજીએફ-૨નો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. તેણે ઇનસ્ટાગ્રામ પર તેનો પહેલો લુક શેર કર્યો હતો. આ લૂકમાં તે લાલ સાડી પહેરીને બેઠેલી જોવા મળી રહી છે.

આ પ્રસંગે રવીના ટંડને લખ્યું છે કે કેજીએફ-૨થી રમીકા સેન. કેજીએફની ટીમને આ ગિફટ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હેશટેગ હેપ્પી બર્થ ડે રવીના. આ અગાઉ સંજય દત્તે આ ફિલ્મમાં પોતાના રોલ અધીરા અંગેનો લૂક પણ રિલીઝ કર્યો હતો.