મોની રોયની તસ્વીરથી તેની સગાઇ ઉઠી અટકળો

કોરોના કાળમાં ફરી એકવાર લગ્ન અને સગાઈનો તબક્કો શરૂ થઈ ગયો છે. બોલિવૂડ અને ટીવીના ઘણા સેલેબ્સ પોતાનું નવું જીવન શરૂ કરવા જઇ રહૃાા છે. હાલમાં જ નેહા કક્કરે પણ લગ્ન કરી લીધા છે અને તેના વીડિયો તેમજ ફોટો હાલમાં ભારે વાયરલ થઈ રહૃાા છે. ત્યારે હવે ટેલિવિઝનથી લઈ બોલિવૂડની સફર કરનારી અભિનેત્રી મૌની રોયે કંઈક એવો ફોટો પોસ્ટ કર્યો કે જે જોઈને સોશિયલ મીડિયા પર તેની સગાઈની વાતો થવા લાગી છે. ફેન્સએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે કે કદાચ મૌનીએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે અને સગાઈ તો કરી પણ લીધી છે. પરંતુ આ તસવીરની સત્યતા કંઈક જુદી જ છે.

ઉલ્લેખનીય છે કે, મૌની રોય હાલમાં લંડનમાં છે અને પોતાની નવી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો માટે કંઈક ને કંઈક શેર કરતી રહે છે. ત્યારે આ બધાની વચ્ચે મૌનીએ તેના ઇન્સ્ટા પોસ્ટમાં ડાયમંડની રીંગ પહેરીને એક ફોટો અપલોડ કર્યો છે અને જે વાયરલ થઈ રહૃાો છે. આ રીંગ આંગળીમાં પહેરેલી જોઇને લોકો મૂંઝવણમાં પડી ગયા. આ તસવીર શેર કરતા મૌનીએ કેપ્શન આપ્યું હતું કે, ‘હું વિશ્ર્વાસ કરી શકતી નથી કે હવે ભારતમાં પણ એક બ્રાન્ડ છે જે સગાઈની વીંટી બનાવવામાં નિષ્ણાત છે.

મને તેનો સંગ્રહ ખૂબ ગમ્યો છે. તમારે પણ જરૂરથી જોવો જ જોઇએ. તમે તમારી ડિઝાઇનને કસ્ટમાઇઝ પણ કરી શકો છો. આ સાથે તમારા નિષ્ણાતો મદદ કરશે. હકીકત કંઈક એવી છે કે મૌનીએ એક ડાયમંડ રીંગ કંપનીની જાહેરાત કરવા માટે આ પોસ્ટ કરી છે. કેટલાક સેલેબ્સે ટિપ્પણી કરી અને કહૃાું કે અમને લાગે છે કે તે સગાઈ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બ્રહ્માસ્ત્ર ફિલ્મના નિર્દૃેશક અયાન મુખર્જી અને મૌની રોય વચ્ચે અફેર હોવાના સમાચાર વહેતા થયાં હતા.