કમાલ આર ખાન દ્વારા એક વધુ વિવાદિત ટ્વિટ, કહૃાું
ફિલ્મ દેશદ્રોહથી બોલિવૂડમાં પોતાના કેરિયરની શરૂઆત કરનાર કમાલ આર ખાન ઉર્ફ કેઆરકે દ્વારા એક વધુ વિવાદિત ટ્વિટ કરવામાં આવ્યું છે. આ વિવાદિત ટ્વિટ સાથે જ તે ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્વિટર પર કેઆરકેના અનેક ફોલોવર્સ છે. અને તે સોશિયલ મીડિયા પર હંમેશો ખુબ જ એક્ટિવ રહે છે. કેઆરકેએ એક ટ્વિટ કરીને નવો હંગામો કર્યો છે. કેઆરકેના લેટેસ્ટ ટ્વિટ હાલ ઝડપથી વાયરલ થઇ રહૃાું છે. અને તેમણે આ ટ્વિટ સાથે પોતાના જીવ પર જોખમ હોવાની વાત ઉચ્ચારી છે.
કેઆરકેએ પોતાના ટ્વટિર એકાઉન્ટથી એક ટ્વિટ કરીને કહૃાું છે કે તે ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર, સુપર સ્ટાર સલમાન ખાન, અક્ષય કુમાર, આદિત્ય ચોપડા અને સાજિદ નાડિયાદવાળા તેમની સાથે કંઇ પણ થયું તો તે માટે જવાબદાર માનવા. તેણે કહૃાું કે હું લોકોને કહેવા માંગુ છું કે કાલે ઉઠી કંઇ પણ થયું તો તે માટે કરણ જોહર, સલમાન ખાન, અક્ષય કુમાર, આદિત્ય ચોપડા અને સાજિદ નાડિયાદવાળા જવાબદાર રહેશે.
આ લોકોએ મારો ખાતમો કરવાનો પ્લાન બનાવી લીધો છે. એટલું જ નહીં કેઆરકેએ આ ટ્વિટમાં પીએમ મોદૃી, અમિત શાહ અને કેટલાક ન્યૂઝ ચેનલને પણ ટેગ કર્યા છે. આ સિવાય કેઆરકેએ આ ટ્વિટર પર નેટિજન્સની મિક્સ અસર જોવા મળી રહી છે. તે તમામ વિવાદો જ્યાં હજી શાંત નથી થયા કે કેઆરકેની આ પ્રકારની ટ્વિટ આવી છે. જેણે લોકોને ચોંકાવી દીધા છે. જો કે તે વાત પણ છે કે કેઆરકે આ પહેલા પણ આવી અનેક વિવાદિત ટવિટ કરતા આવ્યા છે.