ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું…

ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું…
ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું…

મેન ઓફ ધ મેચ હાર્દિકનો ઓલરાઉન્ડ દેખાવ, PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે 5 વિકેટે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો.

10 મહિનાના લાંબા અંતરાલ પછી ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમ સામસામે ટકરાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી હતી. કાળી પટ્ટી પહેરવા પાછળ બીજું કોઈ કારણ નથી પણ પાકિસ્તાનમાં ભયાનક પૂરની સ્થિતિ છે અને હજારો લોકોના મૃત્યુ થયાં છે. પૂરથી અસરગ્રસ્ત લોકોના સપોર્ટમાં ટીમે આવો નિર્ણય લીધો હતો. આ વાતની જાણકારી ટીમના કેપ્ટન બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.

 ભારતે 148 રનનો ટાર્ગેટ 19.4 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. ભારતને આ લક્ષ્યાંકને પાર પાડવામાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાનો મહત્વનો ફાળો રહ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપીને પાકિસ્તાનની કમર ભાંગી નાખી હતી. હાર્દિક પંડ્યાને તેના ઓલરાઉન્ડ દેખાવ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે વિજય બદલ ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા છે.

ટીમ ઈન્ડિયાએ ગત વર્ષે T20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. એશિયા કપના આ મહાસંગ્રામમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે પરાજય આપ્યો હતો. આ જીતમાં ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાનો મહત્વનો ફાળો રહ્યો હતો.

ટીમ ઈન્ડિયા માટે મેચ અગાઉ સારા સમાચાર આવ્યા છે. ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોરોના રિપોર્ટ મેચ પહેલા નેગેટીવ આવી ચૂક્યો છે. અને તે ટીમ ઈન્ડિયાના કેમ્પ સાથે જોડાઈ ગયા છે.

ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું… ભારતે
ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું…

દ્રવિડને કોરોના થયો હતો, જેના કારણે તેમની જગ્યાએ NCAના અધ્યક્ષ વીવીએસ લક્ષ્મણને એશિયા કપ માટે હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. જોકે હવે રાહુલ દ્રવિડ કોરોનામાંથી સાજા થઈ ગયા હોવાથી તેઓ ટીમનું કોચ પદ સંભાળશે.

Read About Weather here

એશિયા કપમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે 2014 પછી જીતી શક્યુ નથી. પાકિસ્તાનની ટીમને 2018ના એશિયા કપમાં તો ભારત સામે 2 વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ઓવરઓલ એશિયા કપના રેકોર્ડની વાત કરવામાં આવે તો ભારતે પાકિસ્તાનની સામે 14 મેચમાં 8 મેચમાં જીત મેળવી છે. તો પાકિસ્તાને 5 મેચમાં જીત મેળવી છે. અને 1 મેચ વરસાદની કારણે ધોવાઈ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here