બોલીવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદા મેલેરિયાથી પીડિત થઈ છે. રેસ્ટ કર્યા બાદ બોર થયેલી કૃતિએ ફેન્સને તેના મીમ્સ મોકલવા કહૃાુ છે. અભિનેત્રીને પોતાની આગામી ફિલ્મ ૧૪ ફેરેનું શુટિંગ કરવાનું હતું, પરંતુ બીમારીના કારણે શુટિંગ રોકવું પડ્યું છે. આ ફિલ્મમાં તેની સામે વિક્રાંત મેસી જોવા મળશે.
અભિનેત્રી કૃતિ ખરબંદાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું, આ મારો મેલેરિયાવાળો ચહેરો છે. આ બસ થોડા સમય માટે છે, કારણ કે મારે કામ પર પરત ફરવાનું છે, જે મારા માટે ચીંતિત છે, તેને બતાવી દઉ કે હું સ્વસ્થ થઈ રહી છે. તમને અપડેટ આપતી રહીશ.
કૃતિ હાલમાં રિલીઝ થયેલી બીજૉય નાંબિયારની ફિલ્મ તૈશમાં જોવા મળી હતી. આ ફિલ્મ ઓટીટી પર વેબ સીરીઝ અને ફિલ્મ બંને પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ,જિમ સભ્ર, હર્ષવર્ધન રાણે અને સંજીદા શેખ જેવા કલાકારો પણ છે.