બોલીવૂડમાં એન્ટ્રી માટે વિજય સેતુપતિ નું પહેલું પગલું !!!

14
VIJAY-SETHUPATHI-BOLLYWOOD-વિજય
VIJAY-SETHUPATHI-BOLLYWOOD-વિજય

Subscribe Saurashtra Kranti here

તમિલ સુપરસ્ટાર વિજય સેતુપતિ ફિલ્મ ’મુંબઇકર’થી બૉલિવૂડમાં એન્ટ્રી કરશે, ’ફસ્ટ લૂક’ જાહેર

તમિલ સુપરસ્ટાર વિજય સેતુપતિ સંતોષ સિવાનની ફિલ્મ મુંબઇકરથી બૉલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહૃાાં છે ત્યારે આ ફિલ્મના ફર્સ્ટ લૂકે ચર્ચાને વધુ તેજ બનાવી છે. અભિનેતાએ આ ફિલ્મનો પોતાનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.સેતુપતિ પોતાની એક્ટિંગ સ્કીલ્સના કારણે જાણિતો છે. તેને ઓટીટી પ્લેટફોર્મ પર ગતવર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ સુપર ડ્યુલક્સથી નામના મળી હતી. જાન્યુઆરીમાં આ અભિનેતાએ જાહેરાત કરી હતી કે ડિરેક્ટર શિવનની ફિલ્મ મુંબઇકરથી બૉલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ત્યારે સોમવારે વિજયે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી હતી ’ઈંમુંબઇકર’
મુંબઇકર ફિલ્મની વાર્તામાં મેટ્રો સિટી મુંબઇની વાત કરવામાં આવી છે.

જેમાં શહેરના પૈસાદાર લોકોથી માંડીને શહેરની ડાર્ક સાઇડ સુધીના લોકો એક બીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તેના પર વાર્તા વણવામાં આવી છે. આ ફિલ્મ અંગે ડિરેક્ટરે પણ જણાવ્યું હતું કે મુંબઇ શહેર ચુંબક જેવું છે. તે ક્ષેત્ર અને ધર્મ બંને પરિમાણોથી લોકોને પ્રેરણા પુરી પાડે છે. તે અનેક લોકો માટે સપના,આશા અને ચમત્કારનું શહેર છે. એક અજાણ્યો વ્યક્તિ ત્યાં તમારું જીવન બદલી શકે છે. મુંબઇ શબ્દ ભલે મેટ્રો સિટીની છાપ દર્શાવે પણ મુંબઇકરએ લાગણી દર્શાવે છે. એટલે જ એ ફિલ્મનું શિર્ષક છે.

Read About Weather here

આ ફિલ્મમાં વિજય સેતુપતિ ઉપરાંત રિયા શિબુ, તન્યા મનીકાંતા, સંજય મિશ્રા, રણવીર શોરી જેવા અભિનેતા જોવા મળશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here