બોલીવૂડની અભિનેત્રી હોલીવૂડ સુધી પહોંચી ગઇ

બોલીવૂડની અભિનેત્રી હોલીવૂડ
બોલીવૂડની અભિનેત્રી હોલીવૂડ

હોલીવૂડમાં અનેક જોમ્બી-થ્રિલર ફિલ્મો બની ચુકી છે

બોલીવૂડની અભિનેત્રી હુમા કુરેશી હોલીવૂડ સુધી પહોંચી ગઇ છે. જૈન સ્નાયડરની જોમ્બી હિસ્ટ ફિલ્મ આર્મી ઓફ ધ ડેડનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ આ વર્ષની સોથી વધુ પ્રતિક્ષિત ફિલ્મ છે. ટ્રેલરમાં હુમા કુરેશી પણ જોવા મળી છે. ફિલ્મમાં તેના પાત્રનું નામ ગીતા છે. જો કે કેવું પાત્ર છે તેની વધુ જાણકારી ટ્રેલરમાં મળતી નથી.

Subscribe Saurashtra Kranti here

હુમા બહુમુખી અભિનેત્રીની છાપ ધરાવે છે. તે પોતાની ભુમિકાઓ અને નિર્દેશકોને પસંદ કરીને કામ કરે છે. આર્મી ઓફ ધ ડેડનો ભાગ બનીને તે અત્યંત ખુશ છે. નોંધનીય છે કે આ ફિલ્મ અગાઉ ૨૦૦૪માં આવેલી ડોન ઓફ ધ ડેડની સિકવલ છે. આ ફિલ્મને પણ જૈક સ્નાયડરે બનાવી હતી. એ પછી હોલીવૂડમાં અનેક જોમ્બી-થ્રિલર ફિલ્મો બની ચુકી છે.

Read About Weather here

દિલ્હીમાં જન્મેલી હુમા કુરેશીએ અભિનય કારકિર્દીની શરૂઆત નવ વર્ષ પહેલા ગેંગ્સ ઓફ વાસેપુરથી કરી હતી. બંને ભાગમાં તેનો અભિનય લોકોને ગમ્યો હતો. એ પછી તે અઢારથી વધુ ફિલ્મ કરી ચુકી છે. તેની આવનારી ફિલ્મોમાં એક તમિલ ફિલ્મ અને હિન્દી ફિલ્મ બેલબોટમ પણ છે.  

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટમાં 15 દિવસમાં 140 લોકોએ પ્લાઝમાં ડોનેટ કર્યુ
Next articleસોનાલી ઘણા વર્ષો પછી ટીવી પરદે પાછી ફરી