બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન કોરોના પોઝિટિવ

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન

Subscribe Saurashtra Kranti here

બોલિવૂડના અનેક સ્ટારના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

દેશભરમાં ફરીથી કોરોના વાયરસનો પ્રકોપ વધવાનું જોખમ વધી ગયું છે. છેલ્લાં ઘણાં સમયથી બોલિવૂડના અનેક સ્ટારના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે હવે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

પોઝિટિવ આવ્યા બાદ આમિર ખાન હોમ કોરેન્ટાઈન થયા છે ને કોરોનાના તમામ નિયમોનું પાલન કરી રહૃાા છે.

આમિર ખાનના પ્રવક્તાએ કહૃાું, આમિર ખાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં પોતોના ઘરે જ હોમ કોરેન્ટાઈન છે અને તમામ નિયમોનું પાલન કરી રહૃાા છે અને તેની તબીયતમાં સુધારો થઈ રહૃાો છે. જે કોઈપણ વ્યક્તિ હાલમાં તેમના સંપર્કમાં આવ્યા હોય તેને સાવચેતીના ભાગ રીતે પોતાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. તમારા બધાની ચિંતાઓ અને શુભેચ્છાઓ માટે આભાર.

વિતેલા વર્ષે આમિર ખાનની સાથે કામ કરનાર ૭ કર્મચારી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાં કેટલાક તેમના સુરક્ષાકર્મી, ડ્રાઈવર અને ઘરમાં કામ કરનાર નોકર પણ સામેલ હતા.

Read About Weather here

આમિર ખાને ૧૪ માર્ચના રોજ પોતાનો ૫૬મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને તેના એક દિવસા બાદ જ તેમણે સોશિયલ મીડિયા છોડવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં જ તેને ફિલ્મ ‘કોઈ જાને નાના ગીત હર ફન મૌલામાં જોવા મળ્યા હતા. આ ગીતમાં તે અલી અવરામની સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. આ ઉપરતાં આમિર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મ ૨૫ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ વિતેલા વર્ષે ક્રિસમસ પર જ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તારીખ આગળ વધારવામાં આવી હતી.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસોનુ સૂદ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓની કરશે મદદ, આપશે 300 સ્માર્ટ ફોન
Next articleફિલ્મમાં રોલ આપવાને બદલે નિર્માતાએ તેની સાથે સૂવાની ડિમાન્ડ કરી હતી