બોલિવૂડ એક્ટર અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’નું ટીઝર આવી ગયું છે. આ ટીઝરમાં વૉર સીન જોવા મળી રહ્યા છે. સાથે-સાથે અજય દેવગનના દમદાર ડાયલોગ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ આધારિત ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં અજય દેવગન IAF સ્કવોડ્રન લીડર વિજય કાર્ણિકના પાત્રમાં જોવા મળશે આ ફિલ્મનું પ્રીમિયર આજે સીધા ઓટીટી પ્લેટફોર્મ ‘ડિઝની પ્લસ હોટસ્ટાર’ પર થવાનું છે.
Visit Saurashtra Kranti Homepage here
ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મનું ટીઝર રીલિઝ થઇ ગયું છે. બોલિવૂડ એક્ટર અજય દેવગન અને નોરા ફતેહીએ ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’નું ટીઝર પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. ટીઝરમાં અજય દેવગણનો અવાજ સંભળાય છે.
અજય દેવગને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ‘ આજ સુધીની સૌથી મોટી લડત’ લખીને આ ફિલ્મનું ટીઝર રીલિઝ કર્યું હતું. આ ફિલ્મ અભિષેક દુધૈયા દ્વારા દિગ્દર્શિત છે. ફિલ્મ એક સાચી ઘટના પર આધારિત છે.
બોલિવૂડ ફિલ્મની વાર્તા 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બનેલી સત્ય ઘટના પર આધારિત છે. અજય ઇન્ડિયન એરફોર્સનાસ્ક્વોડ્રોન લીડર વિજય કર્ણિકની ભૂમિકામાં જોવા મળશે. વિજય કર્ણિક ભુજ એરપોર્ટ પર પોતાની ટીમ સાથે હાજર હતા.
દરમિયાન પાકિસ્તાન તરફથી બોમ્બ ફેકવામાં આવ્યા હતા. તેમની ટીમે 300 સ્થાનિક મહિલાઓની મદદથી ભુજમાં નષ્ટ થયેલી ભારતીય વાયુ સેનાની હવાઈ પટ્ટીનું ફરીથી નિર્માણ કર્યું હતું.
ફિલ્મના ટીઝરમાં ફિલ્મની નાની ઝલક બતાવવામાં આવી છે. ટીઝર થોડા સમય પહેલા જ આવ્યું છે. એવામાં ખુબ ધમાલ મચાવી રહ્યું છે. લોકો પણ તેને શેર કરી રહ્યા છે. ટીઝરમાં ભયંકર યુદ્ધના થોડા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.
Read About Weather here
આ પરથી અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ કેવી હશે. ટીઝરમાં નોરા ફતેહી, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા અને અજય દેવગનના થોડો લૂક બતાવવામાં આવ્યા છે.
વિજય કાર્નિક અને તેમની ટીમે 300 સ્થાનિક મહિલાઓની મદદથી ગુજરાતનાં ભુજમાં નષ્ટ થયેલી ભારતીય વાયુ સેનાની હવાઈ પટ્ટીનું પુનઃ નિર્માણ કર્યું હતું. જે ઘટનાને ‘પર્લ હાર્બર’ તરીકે ઓળખવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here