બોલિવૂડનો નવાબ સૈફ અલી ખાન આજકાલ જોરદૃાર ફોર્મમાં છે. આમ તો મોટા પડદૃા પર તેની ફિલ્મો ખાસ આવી નથી પરંતુ તે ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહૃાો છે. ઓટીટી પ્લેટફોર્મ પર પોતાની સફળતાને જોઇને બોલિવૂડના એક્ટર સૈફ અલી ખાને પોતાની ફીમાં ત્રણ ગણો વધારો કરી દીધો છે. હવે તે પોતાની અગાઉની ફી કરતાં ત્રણ ગણા વધુ ફી વસૂલે છે. સેક્રેડ ગેમ્સ તેની કરિયરમાં ગેમ ચેન્જર પુરવાર થઈ છે. આ જ કારણથી તેણે પોતાની ફી વધારી દીધી છે.
આમ તો આ અંગે સત્તાવાર માહિતી મળી નથી પરંતુ એમ કહેવાય છે કે અગાઉ તે એક ફિલ્મ માટે ત્રણ કરોડ રૂપિયા લેતો હતો જે હવે વધારીને ૧૧ કરોડ કરી નાખ્યા છે. માત્ર આટલું જ નહીં પરંતુ એમ પણ કહેવાય છે કે હવે ફિલ્મ મેકર્સ સૈફની કોઈ ફિલ્મ સિનેમાઘરને બદૃલે ઓટીટી પ્લેટ ફોર્મ પર રજૂ કરવાના હોય તો સૈફ તેનો વધારે ચાર્જ લે છે. રસપ્રદ બાબત તો એ છે કે કોરોના કાળ બાદ અન્ય કલાકારો ફી અંગે સમાધાન કરી રહૃાા છે ત્યારે સૈફ અલી ખાન તેની ફી વધારી રહૃાો છે.
સૈફ અલી ખાન ઓટીટી પ્લેટફોર્મ પર લોકોની પસંદગીનો ચહેરો બની ગયો છે. દરેક ફિલ્મ મેકર તેને કોઈને કોઈ રોલમાં સાઇન કરવા તત્પર હોય છે. તાજેતરમાં જ તેણે અલી અબ્બાસ ઝફરની દિલ્હી ફિલ્મમાં લીડ રોલ કર્યો છે. આમ તો તેનો ફી વધારો નવાઇ પમાડતો નથી કેમ કે લાલ કપ્તાન અને જવાની જાનેમનની નિષ્ફળતા તેણે તાન્હાજીમાં ભરપાઈ કરી દીધી હતી. જેમા તેણે અજય દેવગણ સાથે કામ કર્યું હતું.