બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા નીતિન મનમોહનને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની હાલત અત્યંત નાજુક છે, જેના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, શનિવારે (3 ડિસેમ્બર) સાંજે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેમને તાત્કાલિક કોકિલા ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, નીતિન મનમોહનની પત્નીએ કહ્યું કે તેઓ કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં છે અને નીતિન મનમોહનના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરે છે. તો વધુમાં જણાવ્યું હતું કે, તેઓ એક ફાઇટર છે અને મને ખાતરી છે કે તે ઠીક થઈ જશે. સંજય દત્તના પૂર્વ સચિવ કલીમ તેમની સાથે છે. કલીમ લાંબા સમયથી નીતિન મનમોહન સાથે છે.
Read About Weather here
નિર્માતા નીતિન મનમોહનની તબિયત ખરાવ થતાની માહિતી મળતાં જ ‘દ્રશ્યમ 2’નો એક્ટર અક્ષય ખન્ના હાલચાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. અક્ષય ખન્નાએ પોતાના કરિયરમાં નીતિન મનમોહન સાથે ઘણી ફિલ્મો કરી છે. બંને ઑફસ્ક્રીન પણ સારા મિત્ર છે. અક્ષય અને નીતિને ‘ગલી ગલી ચોર હૈ’, ‘દીવાનગી’ અને ‘સબ કુશલ મંગલ’ જેવા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું છે. અક્ષય ખન્ના સિવાય અન્ય ઘણા લોકો નિર્માતાના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here